LIC Scholarship 2024: LIC દ્વારા આર્થિક રીતે નબળા પરિવારો માટે ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ યોજના
LIC Scholarship 2024: LIC (ભારતીય જીવન વીમા નિગમ) એ આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને ધ્યાનમાં રાખીને ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશિપ 2024 શરૂ કરી છે. આ શિષ્યવૃત્તિ એવા તમામ ઉમેદવારો માટે છે કે જેમણે શૈક્ષણિક વર્ષ 2021-22, 2022-23 અથવા 2023-24માં ઓછામાં ઓછા 60 ટકા ગુણ (અથવા સમકક્ષ ગ્રેડ) સાથે 12મું અથવા ડિપ્લોમા પૂર્ણ કર્યું છે. આ સાથે 2024-25માં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારાઓ પણ આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે.
રકમ બે હપ્તામાં ચૂકવવામાં આવશે
આ શિષ્યવૃત્તિ હેઠળ જે છોકરીઓની પસંદગી કરવામાં આવશે તેમને ધોરણ 10 પછી દર વર્ષે 1,500 રૂપિયા આપવામાં આવશે જેથી કરીને તેઓ સરકારી માન્યતા પ્રાપ્ત કોલેજો અથવા સંસ્થાઓમાં આગળનો અભ્યાસ પૂર્ણ કરી શકે. આમાં ITI અથવા 12મા ધોરણના અભ્યાસનો પણ સમાવેશ થાય છે.
રકમ બે હપ્તામાં ચૂકવવામાં આવશે. એટલે કે 7,500 રૂપિયા વર્ષમાં બે વાર ચૂકવવામાં આવશે. આ રકમ NEFT દ્વારા પસંદ કરાયેલા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવશે. આ માટે, લાભાર્થીએ IFSC કોડ અને રદ કરેલ ચેક સાથે તેના બેંક ખાતાની માહિતી આપવી પડશે. અહીં એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાના છે તે એક્ટિવ હોવું જોઈએ.
ઉચ્ચ અભ્યાસ માટે પણ મદદ મળશે
એલઆઈસીની આ શિષ્યવૃત્તિ દ્વારા એવા વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવશે જે પૈસાના અભાવે ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા નથી. જો પસંદ કરાયેલ ઉમેદવારો એમબીબીએસ, બીએએમએસ, બીએચએમએસ, બીડીએસ જેવા મેડિસિન ક્ષેત્રે વધુ અભ્યાસ કરવા માગે છે, તો તેમને તેમના અભ્યાસ દરમિયાન બે હપ્તામાં રૂ. 40,000 ચૂકવવામાં આવશે.
A brighter future begins with the right opportunity. We are proud to announce the launch of the GJF Scholarship Scheme 2024. Applications will open on 08.12.2024, available online for eligible students across the country.#LIC pic.twitter.com/omAhN00AH9
— LIC India Forever (@LICIndiaForever) December 7, 2024
જો કોઈ BE, B.Tech, BArch જેવા એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માંગે છે તો તેને વાર્ષિક 30,000 રૂપિયાની સ્કોલરશિપ મળશે. આ પણ બે હપ્તામાં ચૂકવવામાં આવશે. એટલે કે તમને વર્ષમાં બે વાર 15-15 હજાર રૂપિયા મળશે.