નવી દિલ્હી : ચાઇનીઝ તાઇપેઇના તાઓયુઆન ખાતે યોજાયેલી ઍશિયન ઍરગન ચેમ્પિયનશિપમાં ભારતીય શૂટરોઍ અંતિમ દિવસે વધુ 5 ગોલ્ડ મેડલ જીતીને પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. આ સાથે જ ભારતીય શૂટરોઍ સ્પર્ધામાં 16 ગોલ્ડ, 5 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 25 મેડલ જીત્યા હતા. ચેમ્પિયનશિપના અંતિમ દિવસે યશ વર્ધન અને શ્રેયા અગ્રવાલે 2-2 ગોલ્ડ મેડલ જીતવાની સાથે બંનેઍ મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં વધુ 1 ગોલ્ડ જીત્યો હતો.
યશે પુરૂષોની 10 મીટર ઍપ રાઇફલમાં 249.5 પોઇન્ટ સાથે ગોલ્ડ જીત્યો હતો અને તે પછી કેવલ પ્રજાપતિ અને અશ્વરી તોમર સાથે મળીને ટીમ ઇવેન્ટનો ગોલ્ડ પણ જીત્યો હતો. આ પહેલા યશ અને શ્રેયાની જોડીઍ મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાથે જ શ્રેયાઍ મેહુલી ઘોષ અને કવિ ચક્રવર્તી સાથે મળીને ટીમ ઇવેન્ટનો ગોલ્ડ તેમજ વ્યક્તિગત ઇવેન્ટમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
