Surat: માત્ર 70 હજારમાં મળતી સુરતમાં ડોકટરની ડિગ્રી બાબતે અનુપસિંહ ગેહલોતના રીપોર્ટથી કેન્દ્ર ચોકયું? આયુષ અને આરોગ્ય વિભાગની દિલ્હી ખાતેની કેન્દ્રય ટીમ સુરત આવશે
Surat: સુરતના પાંડેસર પોલીસે ૧૦ ડોકટરો સહિત અન્ય ત્રણ મળી કુલ ૧૩ ની ધરપકડ કરી હતી. સુરતની કોર્ટ સમક્ષ રિમાન્ડ દરમિયાન અનેક ચોકાનારા પર્દાફાશ થતા આગામી સમયમાં ઘરપકડ ખૂબ મોટા પાયે કરવામાં આવશે તેવું નકકી માનવામાં આવી રહ્યું છે…..?
દરમિયાન ડીસીપી વિજયસિંહ ગુર્જર અને પોલીસ કમિશનર
અનુપમસિંહ ગેહલોત વચ્ચે મહત્વનાં પરામર્શ કર્યા બાદ આ મામલે અનુપમસિંહ ગેહલોત દ્વારા સમગ્ર પ્રકરણ કેન્દ્રનાં આયુષ મંત્રાલયને અને આરોગ્ય વિભાગને જાણ કરવાના પગલે કેન્દ્રીના દિલ્હીથી એક ખાસ ટીમ તપાસઅર્થે સુરત આવી રહ્યાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં મહત્વના પુરાવા તરીકે 1200 વધુ બોગસ ડીગ્રીઓ,આઈ કાર્ડ,રજિસ્ટેશન ફોર્મ,દવા, અન્ય ઇન્જેકશન વિગેરે કબજે કર્યા છે.
Surat: ડીસીપી વિજયસિંહ ગુર્જરે મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાતમાં ચાલતા આ જબરજસ્ત કૌભાંડ 2002 થી ચાલી રહ્યાનું હોવાની હકીકત બહાર આવી છે . જે બાબતે વિશેષ પુરાવો મેળવામાં આવી રહ્યા છે
પોલીસ પૂછપરછમાં મુખ્યભેજાબાજ રશેષ ગુજરાતીએ જણાવ્યું કે, તેમણે વર્ષ 2002 માં સુરત ગોપીપુરાના કાજી મેદા રત્નસાગર સ્કૂલની સામે ગોવિંદ પ્રભાવ આરોગ્ય સંકુલની ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટ હેઠળ તેઓ ગોવિંદ પ્રભાવ આરોગ્ય સંકુલ કોલેજ ચલાવતા હતા.
મીડિયા સાથે વાત કરતા નાયબ પોલિસ કમિશનર
(ડીસીપી) વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, ‘‘ કોલેજમાં વધુ નફો ન થતાં રશેષે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી અલગ-અલગ ડોકટર ડિગ્રીઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેના ધ્યાન પર આવ્યું કે સામાન્ય લોકો ઇલેકટ્રો હોમિયોપેથી વિશે વધુ જાણતાં નથી. એટલા માટે તેમને BEMS નામની એક નકલી ડિગ્રી ઊભી કરી દીધી અને અમદાવાદ રહેતા ડોકટર બીકે રાવત સાથે મળી આ વ્યવસાય શરૂ કરી દીધો હતો.
ગુજરાત કે દેશના કોઇપણ વ્યકિતને 70 થી 80 હજાર રૂપિયા સુધીની ફી લઇ અઠવાડિયામાં જ BEMSની ડિગ્રી, આઇ કાર્ડ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને માર્કશીટ આપી દેતા હતા. મહત્વની વાત એ છે કે આ ડિગ્રી આપ્યા બાદ બંને પૈસા આપનાર વ્યકિતને કિલનિક કે દવાખાનું ચલાવી શકો છો તેવી બાંહેધરી આપતા હતા. જો કોઇ તકલીફ થાય તો દરેક પ્રકારની મદદની ખાતરી પણ આપતા હતા. આ ઉપરાંત ડિગ્રી મેળવનાર વ્યકિત જો કોઇ બીજી વ્યકિતને સંસ્થામાં એડમિશન માટે લઇ આવે તો તેને પણ પાંચ હજાર રૂપિયાનું કમીશન આપતું હતું.
આ ઉપરાંત સર્ટિફિકેટ મેળવીને પોતે ડોકટર તરીકે મેડિકલ પ્રેકિટસ કરી શકશે
તેવી બાંહેધરી પણ આપતો હોવાની વાત સામે આવી હતી. પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી રશેષ ગુજરાતના સુરતમાં પાલનપુર જકાતનાકા સ્થિત બાલાજી કૃપા સોસાટીના એ-૩ર નંબરના મકાનમાં રેડ કરી હતી.ઘરે તપાસ કરતાં ત્યાંથી રજિસ્ટ્રેશન ફોર્મ, ડોકટરનું રજિસ્ટ્રેશન, રજિસ્ટ્રેશન, ર્માકશીટ BEMS ડિગ્રીનું એપ્લિકેશન ફોર્મ, હાઇકોર્ટનો ઓર્ડર, આઇકાર્ડ સાથે સાત સર્ટિફિકેટ, પાંચ કોરા સર્ટિફિકેટ અને બીજા મહત્વનાં કાગળો મળી આવ્યા હતા.
રશેષની પૂછપરછ બાદ સુરત પોલીસની ટીમે અમદાવદ જઇને બી કે રાવત એટલે કે ભુપેન્દ્ર સુરજભાન રાવતની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં સામે આવ્યું કે ડોકટર રશેષ સાથે તેમની મુલાકાત રાજીવ ગાંધી ઇલેકટ્રો હોમિયોપેથી મેડિકલ કોલેજમાં થઇ હતી. આ કોલેજમાં જ બંનેએ સાથે મળી આ બોગસ કોર્સ ઊભો કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો. આ માટે રશેષ ગુજરાતી બી કે રાવતને 30 ટકા કમિશન પણ આપતો હતો. સુરત પોલીસ અનુસાર અત્યાર સુધીમા઼ 1400 થી 1500 લોકોનું રજીસ્ટ્રેશન BEMS ની ડિગ્રી માટે કર્યું હતું.
સુરત પાંડેસરા પોલીસના પીઆઈ ઈ.એમ. હૂડડનાં જણાવ્યા અનુસાર તેમને માહિતી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં ત્રણ ડોકટરો વગર ડિગ્રીએ એલોપેથિક દવાખાનું ચલાવી રહ્યાં છે. પોલીસની ટીમે પાંડેસરાના તુલસીધામ સોસાયટી, ઇશ્વર નગર અને કૈલાશ ચોકડીથી નકલી ડીગ્રી સાથે તબીબી પ્રેકિટસ કરતાં ડોકટરોની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા બોગસ ડોકટરની ઓળખ શશીકાંત મહંતો, સિદ્ધાર્થ દેવનાથ અને ર્પાર્થ દેવનાથ તરીકે કરવામાં આવી છે. પોલીસે ત્રણેય પાસેથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેકશન અને સીરપ ઉપરાંત બીએમએસની ડિગ્રી સહિત પર હજાર 201 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે ત્રણેય ડોકટરોની પૂછપરછ કરતાં રશેષ ગુજરાતીનું નામ ખૂલ્યું હતું રશેષ ગોવિંદ પ્રભાવ આરોગ્ય સંકુલ કોલેજ નામની કોલેજ ચલાવતો હતો અને કોલેજનાં નામે ઇલેકટે હોમિયોપેથીના સર્ટિફિકેટ આપતો હતો.માત્ર 70 હજ્જરમાં ગુજરાતમાં મળતી ડોકટર BEMS ની ડિગ્રી બાબતે ગુજરાત સરકાર હરકતમાં આવી હતી સમર્ગ તપાસ બાબતે રાજ્ય ગુહ મંત્રી હર્ષ સંઘવી એ સુરતના પોલીસ કમિશનર અનુપમ ગેહલોત પાસે માહિતી મેળવી હતી અને કેન્દ્રય એજન્સી પણ તપાસમાં જોડાઈ રહ્યી છે. આશરે 1200 વધુ પાસે આવી ડોકટર BEMS ની ડિગ્રી હોવાની જાણકારી મળતા આરોગ્ય વિભાગ ટીમ હરકતમાં આવી છે અને બોગસ ડોકટરોના લિસ્ટ આધારે રાજ્યભરમાં ચેકિંગ શરૂ કરવામાં આવશે.