મિયામી : મિયામી ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમી ફાઇનલમાં એક મોટો અપસેટ જોવા મળ્યો હતો. આ સેમી ફાઇનલમાં ચેક પ્રજાસત્તાકની કેરોલિના પ્લીસકોવાએ સિમોના હાલેપને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ તરફ પુરૂષ વિભાગમાં સ્વીસ સ્ટાર રોજર ફેડરરે પોતાના ચોથા એટીપી ટાઇટલ ભરી વધુ એક ડગલું ભરીને સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું.
મહિલા સિંગલ્સની સેમી ફાઇનલમાં પ્લિસકોવાએ હાલેપને 7-5, 6-1થી હરાવી હતી. હવે ફાઇનલમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી સાથે થશે. પુરૂષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ફેડરરે શુક્વારે દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસનને 6-0, 6-4થી હરાવ્યો હતો. આ પહેલા ફેડરરે બુધવારે રશિયાના ડેનિલ મેડવેડેવને 6-4, 6-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
