Himmatnagar: 2008માં પણ શિક્ષણતંત્ર લજવાયું હતું
Himmatnagar વર્ષ 2008માં પીટીસી થયેલા શિક્ષકોની બોલબાલા હતી ત્યારે વિજાપુર તાલુકાના પીલવાઇ ખાતે ચાલતી એક કોલેજમાં સંચાલકો પોતાની મનમાની ચલાવતા હતા. જેના વિરોધમાં તત્કાલિન સમયે કેટલીક વિદ્યાર્થીનીઓએ સંચાલક સામે બળવો પોકારી રાત્રે હોસ્ટેલમાંથી ભાગી ગઇ હતી.
બીજા દિવસે સંચાલકોને જયારે ખબર પડી ત્યારે સમગ્ર રાજયમાં ચકચાર મચી જવા પામી હતી. મુદ્દો એ હતો કે વિદ્યાર્થીનીઓને ફરજીયાત હોસ્ટેલમાં રહેવાનો કાયદો હતો. પરંતુ કેટલાક સંચાલકો આપખુદી ચલાવતા હતા. ત્યારબાદ મીડીયાના માધ્યમથી વિગતો પ્રકાશમાં આવી તે પછી તત્કાલિન સરકારના શિક્ષણમંત્રીએ લાંબી ચર્ચાને અંતે હોસ્ટેલમાં રહેવાનો કાયદો નાબુદ કર્યો હતો. તે વખતે પણ શિક્ષણતંત્ર સામે ફિટકાર વરસ્યો હતો.