વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસે જીતુ ચૌધરીને ટિકિટ આપતા નવસારીમાં તેમની સામે વિરોધ ઉઠ્યો છે. આદિવાસી સંગઠનોએ જીતુ ચૌધરી સામે વિરોધ વ્યક્ત કરતા વાંસદાના વાંદરવેલા ગામે બેઠક કરી છે. આ બેઠકમાં આદિવાસી આગેવાનોએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને વલસાડ લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા રજૂઆત કરી છે.
જોકે અનંત પટેલે અપક્ષ ઉમેદવારીએ પક્ષ સાથે રહેવાની તૈયારી દર્શાવતા અપક્ષ ઉમેદવારી માટે તૈયારી દર્શાવી નથી. બીજીતરફ આદિવાસી સંગઠનો અન્ય કઈ આગેવાનને અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો પ્રયાસ કરી શકે છે.