Gujarat: શું જીએસટી નકામો પુરવાર થયો છે?
મોદી સરકારે વેરા કાયદામાં છીંડા કેમ રહેવા દીધ?
53 હજાર કરોડ પકડાયા પણ પરત ઓછા મેળવાયા, કોણ મલાઈ ખાય છે
દિલીપ પટેલ
અમદાવાદ, 5 ડિસેમ્બર 2024
Gujarat ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં જીએસટી – માલ અને સેવા વેરાની ચોરી કરવાના 12803 ગુના થયા હતા. કલમ 69માં 101 ચોરોની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય ન્યાય સંહિતાની ત્રણ એફઆઇઆરમાં 3 ચોરોના નામો હતા. કેન્દ્રીય જીએસટી કચેરીના અધિકારીઓએ આ કેસ કરેલા છે. ચોરીનું કામએ ધંધો બની ગયો છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોરી પ્રૂફ – ઘાલમેલ ન થઈ શકે તેવો, ‘પિલ્ફરપ્રૂફ’ કાયદો બનાવ્યો નથી.
Gujarat ચોરીચખારી કે ચોરીનો ધંધો કેવો છે તે અંગે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં 30મી ઓક્ટોબર 2024 સુધીની માહિતી આપી હતી.
પણ ચોરી ઉપર શિરજોરી કરતાં તેના કેટલાક પક્ષના નેતાઓ કરતાં હોવાની વિગતો તેમણે આપી ન હતી. ચોર કોટવાળો દંડે; ગુનેગાર છતાં સામાને ગળે પડવું કે તેના પર આક્ષેપ કરવોએ હવે સામાન્ય થઈ ગયું છે, તે સીતારમણ ઓછું જાણતા હશે.
ગુજરાતના મોટા ચોરો
સીતારમણ 4 વર્ષની વિગત આપી, પણ ખરેખર તો ચોરી મોટી છે. માલ અને સેવા વેરાનો અમલ થયો ત્યારથી નવેમ્બર 2024 સુધીમાં રૂ. 52 હજાર 394 કરોડની કરચોરી ઝડપાઈ હતી.
ચોરી ઉપર સરજોરી કે ગુનો કરી સામે થનારાઓ ઘણાં હતા.
ચોરીછિનાળી કે ચોરનો ધંધો અને વ્યભિચાર કરતાં હોય તેમ, 2017થી જૂન 2024 વચ્ચે ગુજરાતમાં માલ સેવા વેરાની ચોરીના 13 હજાર 494 ગુના નોંધાયા હતા. જેમાં માત્ર 214 ચોરોની ધરપકડ કરી હતી. બીજાને પોલીસ ફરિયાદ વગર છોડી દેવાયા હતા. માથાદીઠ 9 હજાર રૂપિયાની ચોરી થઈ છે.
ચોરોની દુનિયાની એક કહેવત છે કે, પકડાય ત્યારે ચોરી. નથી પકડાતાં એવા 90 ટકા ચોરોનું શું? નથી પકડાતી એવી ચોરી તો ઘણી મોટી છે. માથાદીઠ રૂ. 1 લાખની ચોરી 7 વર્ષમાં થઈ હોઈ શકે છે.
ચોરીછૂપી કે કોઈ ન જાણે તે રીતનું દગા ભરેલું વર્તન કરવા માટે ટોળીઓ કામ કરી રહી હતી. ગુજરાતને ચોરોનો દેશ બનાવી દીધો 2024માં ઉત્પાદક કે વેપારી સામાન ખરીદે છે, ત્યારે તેના પર વેરો ભરે છે. સામાન વેચે છે ત્યારે તે વેરો વસૂલે છે. આમ બે વેરા વચ્ચેના ડિફરન્ટને ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં એડજસ્ટ કરીને વેરા વિભાગમાંથી પૈસા પરત લે છે. તે ઈનપુટ ટેક્સ કહેવાય છે. તેમાં મોટી ગોલમાલ થઈ રહી છે. મોદી સરકારે માલ સેવા વેરો નાંખી તો દીધો પણ હવે તેના છીંડામાંથી અબજો રૂપિયાની ચોરી થઈ રહી છે.
ચોરીછૂપીથી, ખાનગી રીતે નકલી માલ અને સેવા વેરાના દસ્તાવેજો બનાવવાના સૌથી વધુ ગુના ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે. એક જ વર્ષમાં છેતરપિંડીના કેસમાં 49%નો વધારો થયો હતો. ગુનાના નિકાલનો સરેરાશ દર 12.71% હતો. ચોરીપ્રકરણ એટલે કે, ચોરીને લગતો મુકદ્દમા ચાલતાં પણ સજા ઓછાને થતી હતી.
નકલી બીલોના ગુનામાં ગુજરાતમાં 241, પશ્ચિમ બંગાળમાં 227, હરિયાણામાં 186, આસામમાં 168, રાજસ્થાનમાં 143, મહારાષ્ટ્રમાં 130, કર્ણાટકમાં 122 અને દિલ્હીમાં 105 ગુના નોંધાયા હતા. ચોરીનું સીકે ન ચડે એમ ચોરીનો માલ જાહેરમાં ન મુકાય એવી હાલત હતી.
ચોરીજારી થતી હતી, એટલે કે, ચોરનો ધંધો અને વ્યભિચાર સાથે ચાલતાં હોય એવા ઘણાં બનાવો બહાર આવ્યા હતા.
30 માર્ચ 2024માં 1999 ગુનામાં 19,260 કરોડના નકલી ઇનપુટ વેરા ક્રેડિટના દાવામાં ચોરી પકડાઈ હતી. નકલી દસ્તાવેજોના આધારે 1,940 ગુના નોંધાયા હતા જેમાં રુ. 13,175 કરોડનું રિફંડ માંગવામાં આવ્યું હતું. જેમાંથી માત્ર રૂ. 1597 કરોડ પરત મેળવ્યા હતા. પણ ચોરીનું મોં કાળુંની જેમ ચોરીના ધનથી ઊંચે ન અવાય.
અમલ
ચોરીજોરીથી કે ખાનગી રીતે ચોરો માટે કાયદામાં છીંડા રહેવા દીધા છે. 1 જુલાઈ 2017થી ભારતમાં માલ સેવા વેરો – જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) લેવાનું શરૂ કરાયું હતું. ભારતીય કરના ઈતિહાસમાં લાલ અક્ષર લખાવાના બદલે તે કાળા અક્ષરે લખાય એવો વેરો બની ગયો છે. નવા વેરાથી જીડીપી વધારી શકાયો પણ ચોરોને મજા પડી ગઈ છે. એક ભારત, એક કરના સિદ્ધાંત રૂપે તે લાગુ કરાયો હતો. છતાં ગુજરાતમાં 26 કર વસુલવામાં આવે છે.
કાયદો એ ચોરીઠો કે એક જાતનો મસાલો બની ગયો છે.
50 હજાર ચોર કંપની
કંપનીઓ ચોરીડકાટી કે ચોરી અને ધાડ બન્ને સાથે કરી રહ્યાં હોય એવું લાગે છે. સપ્ટેમ્બર 2024માં ગુજરાતમાં 1 હજાર ટુકડી બનાવીને 2500 સ્થળે તપાસ કરવાની જાહેરાત કરી હતી. નવેમ્બર 2024માં દેશમાં 73000 કંપનીની તપાસમાં 18000 કંપની બનાવટી નીકળી હતી. કંપનીઓ ચોરીનું ચંડાળ બનીને હક વિના નકામું લઈ રહી હતી. બનાવટી કંપનીઓ રૂ. 24550 કરોડની માલ સેવા વેરાની ચોરી કરી રહી હતી. આ અગાઉ 21791 બનાવટી કંપની શોધી કઢાઈ હતી. 50 હજાર ચોર કંપનીઓમાંથી સૌથી વધારે મુંબઈ અને ગુજરાતની હતી.
નોંધણીમાં ગોલમાલ
માલ અને સેવા વેરાના સવા ત્રણ વર્ષમાં 3.38 લાખ નોંધણી રદ કરવામાં આવી હતી. 2024માં એપ્રિલ-જૂન વચ્ચે 50,298 નોંધણી રદ થઈ હતી. ગુજરાતમાંથી દર વર્ષે સરેરાશ 95 હજારથી 96 હજાર નોંધણી રદ કરવામાં આવે છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા સવાલના જવાબમાં સરકારની પોલ ખુલી હતી. જોકે, નવેમ્બર 2023માં માલ સેવા વેરાના સેવા કેન્દ્રની શરૂઆત બાદ 7 મહિનાની અંદર 2022ની સરખામણીએ અરજીઓની સંખ્યામાં 17થી 55 ટકા એટલે કે, સરેરાશ 25 ટકા જેટલો ઘટાડો થયો હોવાનો દાવો કર્યો હતો. છતાં બોગસ નોંધણી કરીને ચોરી કરવામાં આવી રહી છે.
કારણો
કારણોમાં ધંધો બંધ કરવો અથવા થઈ જવો, માલિકનું મૃત્યુ, રિટર્ન ભરવામાં નિષ્ફ્ળતા, વ્યવસાયનું વિલીનીકરણ, કાયદાની જોગવાઈઓનું પાલન ન થવું, વ્યવસાયના બંધારણમાં ફેરફાર, અમાન્ય બેંક એકાઉન્ટ, છેતરપિંડી, ઇરાદાપૂર્વક ખોટું નિવેદન અથવા હકીકતો આપીને નોંધણી થઈ હોય તે માટે નોંધણી રદ થાય છે.
આવક
રાજ્યસભામાં નાણાં ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જીએસટીની થયેલી આવક જણાવી હતી. ચોરીમાંથી દાંત કચડવાની જેમ કોઈ પણ કાર્યના આરંભમાં જ મનદુ:ખ થતું હોય તેમ કાયદામાં વારંવાર ફેરફારો કરવા પડ્યા હતા. તે વાત જાહેર હતી.
2023-24ના વર્ષમાં દેશમાં આવક રૂ. 20.18 લાખ કરોડની થઈ હતી. રૂ. 2.08 લાખ કરોડનું રિફંડ આપવામાં આવ્યું હતું.
2022-23માં આવક રૂ. 18.08 લાખ કરોડ હતી. રૂ. 2.20 લાખ કરોડનું રિફંડ ચૂકવવામાં આવ્યું હતું.
2021-22માં આવક રૂ. 14.83 લાખ કરોડ હતી. તેમાંથી 1.83 લાખ કરોડના રિફંડ અપાયા હતા.
2020-21માં આવક રૂ. 11.37 લાખ કરોડ હતી. રૂ. 1.25 લાખ કરોડનું રિફંડ આપવામાં આવ્યું હતું.
2024ના એપ્રિલથી ઓગસ્ટમાં આવક રૂ.12.74 લાખ કરોડ હતી. 1.47 લાખ કરોડનું રિફંડ ચૂકવવામાં આવ્યું હતું.
દેશમાં કરચોરો
કાદયો અમલી બનતાં જ ચોરીમાંથી રંડાપો
થતો હોય તેમ વેપાર માંડતા જ સરકાર દેવાળું કાઢી રહી હતી. 2023-24માં રૂ. 2 લાખ 1 હજાર કરોડની માલ સેવા વેરાની ચોરી પકડી હતી. 6 હજાર 84 ગુનામાં આ ચોરી પકડી હતી. 100 ટકાની ચોરી વધી હતી.
2022-23માં 4 હજાર 872 ગુનામાં રૂ. 1 લાખ 1 હજાર કરોડની વેરા ચોરી હતી.
ચોરીમારીની જેમ મારફાડ; લૂંટફાટ વેરામાં શરૂ થઈ ગઈ હતી. કરચોરી 46 ટકા ગુના વેરાની ચુકવણી ન કરવાના છે. ગુપ્ત રીતે માલ આપવો અને ઓછી કિંમતે માલ આપવો વગેરે છે.
20 ટકા ગુના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) સંબંધિત છે.
19 ટકા ગુના આઈટીસીના દુરુપયોગ/નોન-રિવર્સલ સાથે સંબંધિત છે.
ઓનલાઈન ગેમિંગ સૌથી વધારે ચોરો છે.
2023-24માં ઓનલાઈન ગેમિંગમાં 78 ગુનામાં રૂ. 81 હજાર 875 કરોડની વેરા ચોરી કરી હતી.
બેંકો, નાણાં ધીરધાર, વીમા કંપનીઓના 171 ગુનામાં રૂ. 18 હજાર 961 કરોડની ચોરી મળી આવી હતી. કર્મચારી પુરા પાડતા ઠેકેદારો સામે 343 ગુના દાખલ કરીને રૂ. 2 હજાર 846 કરોડ અને દવા બનાવતી-વેચતા લોકો સામે 22 ગુનામાં રૂ. 40 કરોડની કરચોરી મળી આવી હતી.
લોખંડ, તાંબુ, ભંગાર અને એલોયના ધંધામાં 1976 ગુનામાં રૂ. 16 હજાર 806 કરોડની કરચોરી પકડાઈ હતી.
2024માં મુંબઈમાં રૂ. 70 હજાર 985 કરોડની માલ સેવા વેરાની ચોરી સાથે દેશમાં સૌથી વધુ વેરા ચોરી પકડાઈ હતી.
દિલ્હીમાં રૂ. 18 હજાર 313 કરોડ, પુણેમાં રૂ. 18 હજાર 328 કરોડ, ગુરુગ્રામમાં રૂ. 15 હજાર 502 કરોડ અને હૈદરાબાદમાં રૂ. 11 હજાર 81 કરોડની ચોરી પકડાઈ હતી.
200 કરોડની ચોરીનો ગુનો
અમદાવાદ ગુના શોધક પોલીસ શાખાએ 14 સ્થળે દરોડા પાડીને 4 આરોપીની ધરપકડ કરી હતી. 200 બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવીને કરોડો રૂપિયાની બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી નકલી બીલિંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી માહિતી રજૂ કરીને માલ સેવા વેરાની ચોરી કરતા હતા.
જેમાં ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય ભગવાનભાઇ બારડ, ભત્રીજા વિજયકુમાર કાળાભાઇ, બારડ અને રમેશ કાળાભાઈ બારડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
આરોપી અને પત્રકાર મહેશ લાંગા, અબ્દુલ કાદરી, એઝાઝ માલદાર અને જ્યોતિષ ગોંડલિયાની ધરપકડ કરી છે. DGGIના ઝોનલ ડાયરેક્ટર હિમાંશુ જોષીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં GST ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ અમદાવાદની ધ્રુવી એન્ટરપ્રાઇઝના નામે બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવી આ કંપની દ્વારા ટેક્સ ક્રેડિટ મેળવીને માલ સેવા વેરાની ચોરી કરીને સરકાર સાથે છેતરપીંડી કરી હતી. મહેશ લાંગા એ 2021માં DA એન્ટરપ્રાઇઝ નામની પેઢી બનાવી હતી. જે કન્સ્ટ્રકશન સાથે જોડાયેલી છે.
200 કરોડના વેરા ચોરી કૌભાંડમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરીમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. બંદરોને લગતી માહિતી મેળવી છાપવાના બદલે રાજનેતાઓને આપી હતી. મહેશ લાંગા કે કૈલાશનાથન સહિત આઈએએસ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો. બોગસ કંપનીઓ બનાવીને લગભગ 200 કરોડની જીએસટીની ચોરી કરવાનો પણ પત્રકાર મહેશ લાંગા પર આરોપ છે.
1100 કરોડની ચોરી
ભાવનગરમાં માલ સેવા વેરામાં રૂ. 1102 કરોડની ચોરી પકડાઈ હતી. 15 આરોપીઓને પકડ્યા ત્યારે ખબર પડી કે, 460 બોગસ પેઢી ઊભી કરીને ચોરી કરતા હતા. અશિક્ષિત અને ગરીબ લોકોના આધાર કાર્ડ અને પાનકાર્ડ ટોળકી મેળવીને ફોન માટે નવું સીમકાર્ડ ખરીદતા હતા. તેના આધારે વેબસાઈટ પરથી ઓનલાઈન નવો નોંધણી નંબર મંળવી લેતા હતા. તેમના ખોટા બિલો બનાવતાં હતા. પાલીતાણા, નિલમબાગ, અમરેલીમાં 4 પોલીસ ફરિયાદ થઈ હતી.
રૂ. 6 હજાર કરોડની ચોરી
દેશનો રૂ. 2700 કરોડ સૌથી મોટો માલ સેવા વેરાનો ચોર સુરતમાંથી પકડાયો હતો. મુખ્ય સુત્રધાર સુફિયાન કાપડિયા હતો. અગાઉ સુફિયાન સેન્ટ્રલ જીએસટીના રૂ. 3300 કરોડની વેરા ચોરીમાં આરોપી હતો. આમ ગુજરાત અને દેશના રૂ.6 હજાર કરોડના વેરાની ચોરી કરી હોવાનો આરોપ હતો.
કેસની તપાસમાં 1500 કંપનીઓમાંથી 1300 કંપનીઓ ગુજરાતની અને 250 કંપનીઓ ગુજરાત બહારની હતી.
અગાઉ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ખોટા દસ્તાવેજોના આધારે 35 બોગસ પેઢી ખોલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. સુફિયાનના સાગરિત ઉસ્માની રફીકભાઇ કટાણીની ભાવનગરથી ધરપકડ કરી હતી. બંને ભાવનગર અને સુરતથી ચોરી કરતા હતા.
અમદાવાદના વેરા સલાહકાર ધર્મેશ ગાંધી સાથે મળીને રૂ.900 કરોડના ખોટા બીલ બનાવ્યા હતા.
ગણેશ અને ગોપી એન્ટરપ્રાઇઝ પેઢીમાં બિલો બનાવ્યા હતા.
લેપટોપ-16, મોબાઇલ-25, રોકડ 2.24 લાખ, સીપીયુ-3, હાર્ડડીસ્ક-2, એટીએમ-24, પાનકાર્ડ-6, અલગ અલગ પેઢીઓના સીક્કા-69 ચેકબુકો-19 કબજે કરી હતી.
15 હજાર કરોડનું કૌભાંડ
એપ્રિલ 2023માં સરકારી તિજોરીને રૂ. 15 હજાર કરોડની ચોરી લેતાં માલ સેવા વેરાનું સૌથી મોટું કૌભાંડ હોવાનું માનવામાં આવતું હતું. આ કૌભાંડનો વ્યાપ ભાવનગર, સુરત, ધંધુકા અને ભરુચ સુધી ફેલાયેલો હતો. પણ પછી બધા પર ઢાંકપીછોડો કરી દેવાયો હતો. કેટલાં પૈસા પરત મેળવાયા તેની જાહેરાત સરકાર કે માલ સેવા વેરાના અધિકારીઓ કરતાં નથી.
બીજી વખતે મોદી નિષ્ફળ
20 જૂન 2029માં મોદી 2.0 સરકારના બીજા કાર્યકાળમાં માલ સેવા વેરા કાઉન્સિલની પહેલી બેઠકમાં કંપનીથી કંપની વચ્ચે રૂ. 50 કરોડ તે વધુ વેપાર માટે કેન્દ્રીકૃત સરકારી પોર્ટલ પર ઇ-ઇનવોઇસ ઊભું કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 2017-18માં 68041 કંપનીઓએ રૂ. 50 કરોડ કે વધુનો વેપાર કર્યો હતો. વેરાની આવકમાં આ કંપનીઓનો ફાળો 1.02 ટકા છે. જોકે, બિઝનેસ ટુ બિઝનેસ ઇન વોઇસ જનરેટના મામલે તેમનો ભાગ લગભગ 30 ટકા છે. જેમાં કોઈ સફળતા મળી નથી.
પાસાનો કાયદો કેમ નહીં
ગુજરાતમાં ખેડૂતો પોતાના ખેતરમાં હક્કનું પાણી સરકાર આપી શકતી ન હતી તેથી નહેર કે બંધમાંથી પાણી લે તો તેના ઉપર 2024માં પાસાનો કાયદો ખેડૂતો પર લાગુ કરવા આદેશ મુખ્ય પ્રધાને આપ્યા હતા. પણ વેપારીઓ અને ઠગ ટોળીઓ સરકારના અબજો રૂપિયાની લૂંટ ચલાવી રહ્યાં છે પણ તેની સામે પાલા તો ઠીક 99 ટકા ગુનામાં પોલીસ ફરિયાદ કરવામાં આવતી નથી. નાણાંની ચોરી કરાઈ હોય તે વસૂલવામાં આવતી નથી. જેમાં અધિકારીઓ અને રાજકારીણીઓ મિલાવટ કરી લેતા હોવાની ફરિયાદો આવી રહી છે.
ભાજપના પૂર્વ ધારાસભ્યના ભાઈ ચોર
27 ડિસેમ્બર 2024માં માલ સેવા વેરાનું રૂ.500 કરોડનું કૌભાંડ પકડેલું જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ભાઇ હરદેવસિંહ સંડોવાયેલા મળી આવ્યા હતા. ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સે કાર્યવાહી કરવી પડી હતી. ચોરી કરવા ઓછી કિંમતના અને કેટલાક બોગસ બિલો ઝડપાયા હતા.
હરદેવસિંહ જાડેજાની રાજકોટમાં આવેલી પેઢી આશાપુરા એન્ટરપ્રાઇઝમાં દરોડા પડાયા હતા. આશાપુરા એન્ટરપ્રાઇઝ મુદ્રા અને કંડલા પોર્ટ પરથી હાઇ સ્પીડ ડીઝલ આયાત બતાવતી હતી. બોગસ બિલો પણ બનાવતી હતી. તેનાથી વધારે વેરા ચોરી પકડાય તેમ હતી પણ પછી શું થયું તે પ્રજા જાણતી નથી. ક્યાંય તો મિલાવટ થઈ છે.