BZ Group: વિવાઇ પાટીયાના નિવૃત્ત શિક્ષકે બી ઝેડના એજન્ટ વિરૂધ્ધ સીઆઇડી ક્રાઇમને રજૂઆત કરી
BZ Group: ભુપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડો પરથી પડદો ઉચકાઇ ઉઠયો છે ત્યારે અનેક એજન્ટોની સંડોવણી હોવાનું બહાર આવ્યુ છે. ત્યારે બુધવારે નિવૃત્ત શિક્ષક અને વડાલી તાલુકાના વિવાઇ પાટીયા પાસે રહેતા તથા વકીલાતની પ્રેકટીશ કરતા રહીશે સીઆઇડી ક્રાઇમને લેખિત રજૂઆત કરીને લાંબડીયા ખાતે આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને બી ઝેડના એજન્ટ વિરૂધ્ધ કેટલાક પુરાવાઓ સાથે રજૂઆત કરતા જિલ્લાના શિક્ષક આલમમાં ચકચાર મચી જવા પામી છે.
BZ Group આ અંગે નિવૃત્ત શિક્ષક ચૌહાણ કમલેશભાઇ મણીલાલએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ થોડોક સમય અગાઉ બી ઝેડના એજન્ટ તરીકે કામ કરતા અને લાંબડીયા ખાતે આવેલ દેમતી આશ્રમ શાળામાં ફરજ બજાવતા નરેશભાઇ રામાભાઇ કટારાએ અનેક લોકોને પોન્ઝી સ્કીમો અંગે લાલચો આપીને મોટુ રોકાણ કરાવતા હતા. નિવૃત્ત વકીલ અત્યારે ખેડબ્રહ્મા બાર એસોસીએશનના સભ્ય છે. પરંતુ તેમની પાસેથી દેમતી આશ્રમ શાળાના આચાર્યે લાલચ આપીને રોકાણ કરાવ્યુ હતુ.
ત્યારબાદ લોકોને ભરોસો બેસે તે આશયથી વ્યાજની રકમ પરત આપતા ફોટા પણ પડાવ્યા હતા. એ જે હોય તે હવે જયારે સીઆઇડી ક્રાઇમ સમક્ષ લેખિત રજૂઆત પહોંચી ચુકી છે. ત્યારે આગામી દિવસોમાં તપાસનો આ રેલો સાબરકાંઠાના અનેક તાલુકામાંઓમાં અને શાળાઓમાં પહોંચે તો નવાઇ પામવા જેવું નથી.