Dang: ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે “બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન” ની ઉજવણી કરવામાં આવી
Dang તારીખ ૨૭ નવેમ્બરના રોજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવા ખાતે શાળાના આચાર્ય અમરસિંહ એ. ગાંગોડા તેમજ NSS પ્રોગ્રામના ઓફિસરએમ. એસ. બાગુલના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા બાળ સુરક્ષા એકમ ડાંગના સંયુક્ત ઉપક્રમે “બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન “ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી પધારેલ
નિકોલસ વણકર દ્વારા બાળ વિવાહ કે બાળ લગ્ન પ્રતિબંધક કાયદા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતાં. પ્રોબેશન ઓફિસર જીગ્નેશભાઈ દેશમુખે POCSO Act -૨૦૧૨ અંતર્ગત જાતીય શોષણ અંગે વિગતવાર સમાજ પુરી પાડવામાં આવી હતી. સામાજિક કાર્યકર જયરામભાઈ ગાવિતે બાળકની સુરક્ષા વિષય તથા સુધારણા સંસ્થાઓની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત સૌએ પ્રતિજ્ઞા લીધી હતી.