જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોનો રાજા કેસર કેરીની આવક શરૂ થઇ ગઇ છે જેથી કેરીના રસિયાઓ ખુશ છે. હોળીની પૂજા બાદ ખેડૂતોએ માર્કેટિંગયાર્ડમાં કેરી વેચવાનો પ્રારંભ કર્યો છે. સીઝનની શરૂઆત હોવાથી હાલમાં દસ કીલોના બોક્સ નો ભાવ 1000 થી 1500 બોલાઇ રહ્યો છે. સીઝનનાં આરંભ માંજ સો થી વધુ કેરીના બોક્સની આવક નોંધાઇ.
