Valsad: વલસાડ તાલુકા BRC કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ફલધરાની શાળામાં ખૂલ્લું મૂકાયું
જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા
Valsad ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મુખ્ય વિષય પર આધારિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વલસાડ તાલુકાના ફલધરા ગામની આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમારંભના પ્રમુખ તરીકે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઇ પટેલે હાજર રહી પ્રદર્શનમાં સૌને પ્રોત્સાહિત કર્યા હતા. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની વિશેષ બાબતમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ વિવિધ ક્ષેત્રે તાલુકાનું ગૌરવ વધારનાર બાળકો અને શિક્ષકોને સન્માન આપી બિરદાવવામાં આવ્યા હતા.
CRC કક્ષાએ પસંદ પામેલી ૮૫ શ્રેષ્ઠ કૃતિ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
Valsad પ્રદર્શનની શરૂઆતમાં વલસાડ તાલુકા બીઆરસી કૉ. ઑ. મિતેશભાઈ પટેલ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કૌશરબેન જહાઁએ પ્રદર્શનના હેતુની સ્પષ્ટતા સાથે સૌને આવકાર્યા હતા. ડૉ. હેમંતભાઈ પટેલ (સાંઈનાથ હોસ્પિટલ ધરમપુર), ફલધરા ગામના સરપંચ જીજ્ઞાબેન ભૂપેન્દ્રભાઈ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી બી વસાવા, બાની ઘોષ (વેલસ્પન વર્લ્ડ), જીલ્લા પ્રા. શિક્ષક સંઘ મહામંત્રી રાજેશભાઇ, તાલુકા પ્રા.શિ.સંઘ પ્રમુખ ભરતભાઈ, તાલુકા રાષ્ટ્રિય શૈક્ષિક સંઘ પ્રમુખ શૈલેષભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ફલધરા પ્રાથમિક શાળાની યજમાનગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સાથે શાળાને જરૂરી સહયોગ માટે ખાતરી આપી હતી તેમજ પ્રદર્શનના સૌ આયોજકોને બિરદાવ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઇ પટેલે પોતાના ઉદબોધનમાં શિક્ષણને લગતા દરેક પ્રશ્નોને વાચા આપતા આવ્યા છે અને આપતા રહીશુ ની વાત કહી હતી. વલસાડ તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ ભરત પટેલે મોટી સંખ્યામાં મહેમાનોની હાજરીને પ્રદર્શનની સફળતા ગણાવી હતી. શૈક્ષિક સંઘના પ્રમુખ શૈલેષ પટેલ અને તેમની ટીમે બાળકોને પુરસ્કાર આપી શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા પ્રા. શિ. સંઘના મહામંત્રી રાજેશ પટેલે પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા શિક્ષકો – બાળકોને તાલુકાનું ક્રીમ ગણાવ્યું હતું. તેમણે સ્કીલ ડેવલોપમેન્ટ અને ક્રિટીકલ થીંકિંગ થકી નવા યુગમાં તાલ મિલાવવા બાળકોને પ્રેરિત કર્યા હતા.
ફલધરા ગામના સરપંચના પ્રતિનિધિ ભુપેન્દ્રભાઈએ પોતાના ગામમાં આયોજન
થતાં ખુશી અનુભવી હતી. પોતાના વિચારમાં આરોગ્ય, ખેતી દરેક જગ્યાએ વિજ્ઞાન જરૂરી હોવાનું સૂચવ્યું હતું. ડૉ. હેમંત પટેલે ગુજરાતી માધ્યમ અને ગુજરાતી શાળાના વીતેલા યુગ અને હવે પછી પણ આવનાર યુગ પણ ગુજરાતી શાળાને વેગવંતી બનાવશે એવું કથન ઉચ્ચારી નેશનલ કક્ષાથી ઉપર આગળ વધવા શુભેરછા આપી પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી ડી બી વસાવાએ પ્રદર્શનના વિભાગનું પ્રાધાન્ય સમજાવ્યું હતું. તેમણે રજૂ થયેલી કૃતિમાંથી બાળકો સાચી સમજ મેળવે અને સફળ ભવિષ્યનું વિચારે એવો આશય દર્શાવ્યો હતો. વેલસ્પન વર્લ્ડ અગ્રણીના બાની ઘોષે કુદરતી પ્રકૃતિ સંદર્ભે જાગૃકતા સંબંધી પોતાના અભિપ્રાયો જોડ્યા હતા. બાળકોને, શિક્ષકોને પ્રોત્સાહન માટે તેમણે કરેલા આયોજનોનો ચિતાર રજૂ કર્યો હતો. વિશેષમાં તેમણે વોટર વૉરની સંભવિતતાનો અંદેશો વર્ણવી ભવિષ્ય પ્રત્યે સભાનતા રાખી આગળ વધવા જણાવ્યું હતું. યજમાન આચાર્ય ડૉ. ધર્મેશ પટેલે સૌનો આભાર વ્યકત કર્યો હતો.