IPL 2025 Mega Auction: સ્ટાર સ્પોર્ટ્સ, હોટસ્ટાર, સોની નહીં, અહીં મફતમાં લાઇવ સ્ટ્રીમિંગ જુઓ
IPL 2025 Mega Auction: સાઉદી અરેબિયામાં આજથી IPL 2025ની મેગા હરાજી શરૂ થઈ રહી છે. આ મેગા ઓક્શન ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક ખાસ તક છે, જ્યાં દરેક ટીમ પોતાની ટીમમાં નવા ખેલાડીઓને સામેલ કરવા માટે બોલી લગાવશે. બિડિંગ પ્રક્રિયા 3:30 PM IST થી શરૂ થશે.
IPL 2025 Mega Auction: હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે IPL 2025 મેગા ઓક્શનનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાય છે, ખાસ કરીને જો તમારી પાસે સ્ટાર સ્પોર્ટ્સ, હોટસ્ટાર અથવા સોનીજેવા પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન ન હોય. તેથી એક સરળ ઉકેલ છે
મફત લાઇવ સ્ટ્રીમિંગ
તમે આ મેગા ઓક્શન JioCinema પર મફતમાં જોઈ શકો છો. JioCinema એ IPL 2025 ના પ્રસારણના અધિકારો પ્રાપ્ત કર્યા છે, અને તમને હરાજીની લાઇવ સ્ટ્રીમિંગ મફતમાં પ્રદાન કરશે.
તમે JioCinemaની વેબસાઈટ અથવા એપ દ્વારા હરાજીની સંપૂર્ણ લાઈવ કવરેજ જોઈ શકો છો. તમારે ફક્ત એપ ડાઉનલોડ કરવાની છે અને ઇન્ટરનેટ કનેક્શન દ્વારા તમે આ મેગા ઇવેન્ટનો સંપૂર્ણ આનંદ માણી શકો છો.
તેથી, જો તમે IPL 2025 મેગા હરાજી લાઈવ જોવા માંગતા હો, તો JioCinema એક ઉત્તમ અને મફત વિકલ્પ છે.