ભારતીય મહિલા ફૂટબોલ ટીમે સૈફ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં જોરદાર પ્રદર્શન કરીને સતત પાંચમીવાર આ ટાઇટલ જીતી લીધું હતું. શુક્રવારે વિરાટનગરમાં રમાયેલી ફાઇનલમાં ભારતીય ટીમે યજમાન નેપાળને ૩-૧થી હરાવ્યું હતું. ભારતીય ટીમે આ વિજયની સાથે જ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પોતાના અજેય રહેવાનો સિલસિલો ૨૩ મેચ સુધી પહોંચાડી દીધો છે. ભારતની દાલિમા છિબ્બરે ફાઇનલમાં ૨૬મી મિનીટમાં ગોલ કરીને ટીમને સરસાઇ અપાવી હતી. જો કે નેપાળની સબિત્રા ભંડારીઍ ૩૩મી મિનીટમાં ગોલ કરીને મેચ બરોબરી પર મુકી હતી. જાકે તે પછી દંગમેઇ ગ્રેસે ૬૩મની મિનીટમાં ગોલ કરી સરસાઇ ૨-૧ કરી અને મંજૂ તમાંગના ગોલની મદદથી ભારતીય ટીમે ૩-૧થી વિજય મેળવ્યો હતો.
