સંયુક્ત આરબ અમિરાતના અબુધાબી ખાતે યોજાયેલા સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સંમાં જોરદાર પ્રદર્શન કરીને ભારતે 85 ગોલ્ડ, 154 સિલ્વર અને 129 બ્રોન્ઝ સહિત કુલ 368 મેડલ જીતી લીધા હતા. ભારતીય ખેલાડીઓએ સૌથી વધુ પાવર લિફ્ટીંગમાં 20 ગોલ્ડ, 33 સિલ્વર અને 45 બ્રોન્ઝ સહિત 96 મેડલ જીત્યા હતા. જ્યારે રોલર સ્કેટિંગમાં 13 ગોલ્ડ, 20 સિલ્વર અને 16 બ્રોન્ઝ સહિત 49 મેડલ જીત્યા હતા.
આ સિવાય ભારતીય ખેલાડીઓએ સાઇકલિંગમાં 11 ગોલ્ડ, 14 સિલ્વર અને 20 બ્રોન્ઝ સહિત 45 મેડલ પોતાના નામે કર્યા હતા. જ્યારે યુનિફાઇડ હેન્ડબોલમાં ભારતીય ખેલાડીઓએ 10 ગોલ્ડ, સ્વીમીંગમાં 9 ગોલ્ડ, બેડમિન્ટનમાં 8 ગોલ્ડ, ટેબલ ટેનિસમાં 6 ગોલ્ડ અને એથ્લેટિક્સમાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા હતા. એથ્લેટિક્સમાં ભારતીય ખેલાડીઓએ પાંચ ગોલ્ડ સાથે કુલ 39 મેડલ જીત્યા હતા. જ્યારે સ્વીમીંગમાં 9 ગોલ્ડ સાથે કુલ 21 મેડલ જીત્યા હતા.
