Exit Poll 2024: મહારાષ્ટ્રમાં મોટાભાગના એક્ઝિટ પોલ ચોંકાવનારા
Exit Poll 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાન બાદ એક્ઝિટ પોલના અંદાજો સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં મોટાભાગના એક્ઝિટ પોલ સંકેત આપી રહ્યા છે કે મહાગઠબંધનની સરકાર બની શકે છે. આજે વધુ બે એક્ઝિટ પોલ સામે આવ્યા છે, જે એ એજન્સીઓના છે જેમનો રેકોર્ડ વધુ સારો માનવામાં આવે છે. આ એજન્સીઓએ ગઈ કાલે પોતાને અન્ય એક્ઝિટ પોલથી દૂર રાખ્યા હતા અને આજે તેમનો ડેટા જાહેર કર્યો છે. આ બંને એક્ઝિટ પોલ ભાજપ ગઠબંધનની મજબૂત પુનરાગમનનો સંકેત આપે છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ. એક્ઝિટ પોલમાં કોની સરકાર બનશે તેની પણ આગાહી કરવામાં આવી છે. હવે બધા ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહ્યા છે. મહારાષ્ટ્રના પરિણામો 23 નવેમ્બરે આવશે. મહારાષ્ટ્રમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં મહાયુતિની જીતની આગાહી કરવામાં આવી છે. જો કે, આવતીકાલે એટલે કે 23મી નવેમ્બરે એ સ્પષ્ટ થઈ જશે કે એક્ઝિટ પોલના પરિણામો સાચા આવશે કે નહીં.મહારાષ્ટ્રની સાથે પેટાચૂંટણીના પરિણામો પણ આવશે. મતગણતરી પહેલા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો પહેલા જ મહાયુતિ અને મહાવિકાસ આઘાડીમાં સીએમ પદ માટે પ્રયાસો શરૂ થઈ ગયા છે.
મળતી માહિતી અનુસાર, ભાજપ ગઠબંધનને બહુમતી મળી શકે છે, જે વિપક્ષની સરખામણીમાં વધુ મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. આ ચૂંટણીઓ પરથી એ પણ સ્પષ્ટ છે કે મહાયુતિને જનતાનું સમર્થન મળી રહ્યું છે.