ઍક પ્રસિદ્ધ અટક ધરાવતો હોવાને કારણે તેની સાથે જાડાયેલી આશાઓ બાબતે અર્જુન તેંદુલકર માહિતગાર જ છે પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનું માનવું છે કે ભલે ગમે તેવી સ્થિતિ હોય પણ તેના પુત્ર અર્જુને દરેક સવારે ઉઠીને લક્ષ્યનો પીછો કરવા માટેનું કારણ શોધવું પડશે. ડાબોડી ઝડપી બોલર અર્જુન મુંબઇની અંડર-૧૯ ટીમનું પ્રતિનિધિત્વ કર્યા પછી ભારતની અંડર-૧૯ ટીમ વતી બે ટેસ્ટ મેચ રમ્યો છે.
ટી-૨૦ મુંબઇની બીજી સિઝનની હરાજી માટે તે ઉપલબ્ધ રહેશે. સીનિયર લેવલે આ તેની પ્રથમ ટૂર્નામેન્ટ હશે. સચિનને જ્યારે પુછાયું કે શું સીનિયર લેવલે કેરિયર શરૂ કરવા માટે આ યોગ્ય પદ્ધતિ ગણાશે, ત્યારે તેણે જવાબ વાળ્યો હતો કે આ ઍક ઍવી તક છે કે જેનો ફાયદો અર્જુને ઉઠાવવો પડશે. સચિને મંગળવારે કહ્યું હતું કે મને લાગે છે કે આ ઍક ઍવો મંચ છે જ્યાં લોકો તમારા પર અને તમારી રમત પર નજર રાખશે. જા તમે સારું પ્રદર્શન કરશો તો તમે વિશ્વના શીખરે બિરાજી શકો છો. સચિનને સાથે ઍવું પણ લાગે છે કે જા અર્જુનને સફળતા નહીં મળે તો તેના માટેની તકો પુરી થવાની નથી. તે તેનાથી વધુ મજબૂત બનશે. તેણે કહ્યું હતું કે મારા માટે ઍ જરૂરી છે કે તે ક્રિકેટ બાબતે ઝનૂની રહે અને આ રમત સાથેનો પોતાનો લગાવ જાળવી રાખે. આ દરમિયાન સારો-ખરાબ સમય આવશે.
