આઇપીઍલમાં રમનારા ભારતીય ટીમના વર્લ્ડકપના લગભગ નક્કી મનાતા ખેલાડીઅોના વર્કલોડ બાબતે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ભારતીય ટીમના માજી કેપ્ટન સૌરવ ગાંગુલીઍ મંગળવારે ઍવું કહ્યું હતું કે થાકની ચિંતા કર્યા વગર ખેલાડીઅોઍ વધુમાં વધુ ક્રિકેટ રમવું જાઇઍ. ગાંગુલીઍ કહ્યું હતું કે મારો તો ઍવો મત છે કે જેટલી તક મળે તેટલું ખેલાડીઅોઍ રમવું જાઇઍ. તેમણે જાકે તાજામાજા રહેવાની પદ્ઘતિ શોધવી પડશે, પણ નહીં રમવું ઍ કોઇ નિરાકરણ નથી ઍવું તેણે ઉમેર્યુ હતું.
તેણે કહ્યું હતું કે રમવાની ઘણી તક મળતી નથી અને જેટલી હોય છે, તેનો વધુમાં વધુ ઉપયોગ કરવો જાઇઍ. રમતી સમયે ઇજા થવી સ્વાભાવિક છે અને ઍની કોઇ ગેરન્ટી નથી કે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતી વખતે તમે ઘાયલ નહીં જ થાવ, પણ ઇજાગ્રસ્ત થવાનો મતલબ અનફીટ થવું ઍવો નથી. આઇપીઍલમાં દિલ્હી કેપિટલ્સના સલાહકાર ગાંગુલીઍ ઍક સવાલના જવાબમાં કહ્યું હતુંં કે ઍ નિર્ણય ખેલાડીઅો પર છોડી દેવો જાઇઍ કે વર્લ્ડકપ પહેલા કેટલું રમવું.
