Allahabad High Court: અલાહાબાદ હાઈકોર્ટેનો શકવર્તૌ ચૂકાદો, મુસ્લિમ કર્મચારીની પેન્શન પર માત્ર પહેલી પત્નીનો જ હક
Allahabad High Court અલાહાબાદ હાઈકોર્ટે મુસ્લિમ કર્મચારીની એકથી વધુ પત્ની હોય તો પેન્શનને લઈને મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે આવા મામલામાં માત્ર પહેલી પત્ની જ પેન્શનની હકદાર છે.
કોર્ટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને બે મહિનામાં આ અંગે નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના નિવૃત્ત કર્મચારી મોહમ્મદ ઈશાકની પ્રથમ પત્ની સુલતાના બેગમે અલ્હાબાદ હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરી હતી અને આ કેસની સુનાવણી કરતા જજ પ્રકાશ પડિયાએ આ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. મોહમ્મદ ઈશાકે ત્રણ વખત લગ્ન કર્યા હતા. બીજી પત્ની ઇશાકનું અવસાન થયું જે બાદ તેની ત્રીજી પત્ની સદમાને પેન્શન મળવાનું શરૂ થયું છે.