Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને પાકિસ્તાનને આ દેશનું સમર્થન મળ્યું
Champions Trophy 2025: ભારતીય ક્રિકેટ ટીમને 8 ટીમોની ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં મોકલવાના BCCIના નિર્ણય બાદ PCB હાલમાં લાચાર જણાય છે. પરંતુ હવે તેને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનું સમર્થન મળ્યું છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને BCCI ઘૂંટણિયે પડવાની ફરજ પડી છે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યા પછી 1996 પછી પહેલીવાર ICC ટૂર્નામેન્ટનું આયોજન કરવાનું પડોશી દેશનું સ્વપ્ન અધૂરું રહી શકે છે. BCCIએ 8 ટીમોની ટુર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન નહીં મોકલવાનો નિર્ણય લીધા બાદ PCB હાલમાં લાચાર જણાય છે. પાકિસ્તાને આ માટે ICCનો સંપર્ક પણ કર્યો હતો, પરંતુ અહીં પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે તેને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનું સમર્થન મળ્યું છે. જોકે, આમ કરવાથી ECB અને BCCI વચ્ચે ખટાશ ઊભી થઈ શકે છે.