Surat: ₹15,000માં બાંગ્લાદેશથી ગેરકાયદે ઘૂસણખોરી, આધારકાર્ડ બનાવ્યું અને 3 વર્ષ સુધી સુરતમાં સ્પામાં નોકરી કરી!
- બાંગ્લાદેશી એજન્ટને 15,000 રૂપિયા આપીને પશ્ચિમ બંગાળ મારફત ભારતમાં પ્રવેશી હતી
- એક વર્ષ મુંબઈમાં વિતાવ્યા બાદ તે સુરતમાં સ્થાયી થઈ હતી
સુરત, શનિવાર
Surat સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતમાં ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલા રસીદા બેગમ જહાંગીર અલી શેખની ધરપકડ કરી છે. રસીદા ચાર વર્ષ પહેલાં બાંગ્લાદેશી એજન્ટને 15,000 રૂપિયા આપીને પશ્ચિમ બંગાળ મારફત ભારતમાં પ્રવેશી હતી. એક વર્ષ મુંબઈમાં વિતાવ્યા બાદ તે સુરતમાં સ્થાયી થઈ હતી, જ્યાં તે સ્પામાં નોકરી કરતી હતી.
બોગસ ડોક્યુમેન્ટ્સ સાથે ઘૂસણખોરી
મહિલાએ ભારતનું ખોટું નામ ધારણ કરીને બોગસ આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાવ્યા હતા. તેની પાસે થી બાંગ્લાદેશી ઓળખકાર્ડ પણ મળ્યું છે, આરોપી મહિલાની પૂછપરછમાં વધુ જાણવા મળ્યું હતું કે તે બાંગ્લાદેશના બરંગા ગામની વતની છે.
નોકરી માટે સ્પા પસંદ કર્યું
પ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યા બાદ, રસીદાએ હાવડા રેલવે સ્ટેશનથી ટ્રેન મારફત સુરત આવી હતી. સુરતમાં છેલ્લા ત્રણ વર્ષથી જુદી-જુદી જગ્યાએ રહેતી હતી અને નોકરી માટે સ્પા પસંદ કર્યું હતું. એસઓજીએ મહિલાને મહીધરપુરા વિસ્તારમાંથી ઝડપી હતી અને પોલીસે તેની પર ફોરેન્સ એક્ટ પાસપોર્ટ રૂલ્સ કાયદાની કલમો લગાવી છે