Stock Market Opening: બજાર ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 100 પોઈન્ટ અને નિફ્ટીમાં 61 પોઈન્ટનો ઘટાડો, ઓટોમાં ઝડપી વેચવાલી.
Stock Market Opening: આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય બજાર ઘટાડા સાથે ખુલતું જોવા મળી રહ્યું છે. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટીને 78,569 પર જ્યારે નિફ્ટી પણ 61 પોઈન્ટ ઘટીને 23,822.45 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 શેરોમાંથી 9 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 41 શેર નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ઓટો ઈન્ડેક્સ દબાણ હેઠળ જોવા મળી રહ્યા છે.
ક્ષેત્રીય સૂચકાંકની સ્થિતિ
- આજના શરૂઆતના કારોબારમાં નિફ્ટી સેક્ટરમાં ઓટો (-115 ટકા), એફએમસીજી (-0.34 ટકા), મેટલ (-0.54 ટકા), ફાર્મા (-0.48 ટકા) અને રિયલ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
- જ્યારે બેન્કો (0.01 ટકા) અને ફાઇનાન્શિયલ (0.03 ટકા) વધીને ટ્રેડ કરી રહી છે.
ગઈ કાલે FIIs-DII ના આંકડા?
- NSE મુજબ, છેલ્લા ટ્રેડિંગ દિવસે, સ્થાનિક રોકાણકારો (DII) રૂ. 10,330.28 કરોડના શેર ખરીદતા અને રૂ. 8,475.82 કરોડના શેરનું વેચાણ કરતા જોવા મળ્યા હતા.
- વિદેશી રોકાણકારો (FII)એ પણ રૂ. 10,542.43 કરોડના શેર ખરીદ્યા હતા પરંતુ રૂ. 15,567.04 કરોડના શેર વેચ્યા હતા.
- વિદેશી રોકાણકારોનું નેટ વેલ્યુ નકારાત્મક હતું. જેના પ્રત્યાઘાત બજારમાં જોવા મળ્યા હતા.
ગઈકાલે બજાર કેવું હતું?
ભારતીય શેરબજાર ગઈકાલે એટલે કે મંગળવારે ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને નબળાઈ સાથે બંધ થયા છે. સેન્સેક્સ 820.97 પોઈન્ટ્સ અથવા 1.03 ટકાના ઘટાડા સાથે 78,675.18 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 257.80 પોઈન્ટ્સ અથવા 1.07 ટકાના ઘટાડા સાથે 23,883.50 પર બંધ થયો હતો. ગઈકાલના વેપારમાં કુલ 1,155 શેરમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે 2,641 શેરમાં ઘટાડો થયો હતો અને 93 શેરો યથાવત બંધ થયા હતા.