IND vs AUS: પ્રથમ ટેસ્ટ માટે પીચ બની ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલી! ઓસ્ટ્રેલિયા ક્યુરેટરની યોજનાથી તબાહી મચાવશે
IND vs AUS : ભારત vs ઓસ્ટ્રેલિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બરથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ મેચ પર્થમાં રમાશે.
IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ પર્થમાં રમાશે, જ્યાં ટીમ ઇન્ડિયાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પર્થની પીચ ફાસ્ટ પેસ અને બાઉન્સ માટે જાણીતી છે અને આ વખતે પીચનો મિજાજ પણ આવો જ હોઈ શકે છે. આવી સ્થિતિમાં પ્રથમ ટેસ્ટને બેટ્સમેનોની આકરી કસોટી કહી શકાય.
IND vs AUS first test: ઇએસપીએન ક્રિકઇન્ફોના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ક્રિકેટના ચીફ ક્યૂરેટર આઇઝેક મેકડોનાલ્ડ કહે છે, “આ ઓસ્ટ્રેલિયા છે, આ પર્થ છે. મેકડોનાલ્ડે કહ્યું કે, હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે પિચ બોલરોને ગતિ, બાઉન્સ આપે અને બોલને ખૂબ જ સારી રીતે કેરી કરે. યાદ કરો કે તે મેચમાં કુલ 35 વિકેટ પડી હતી, જેમાંથી 28 વિકેટ ઝડપી બોલરોના નામે હતી. પાક ટીમ તે મેચ 360 રનથી હારી ગઈ હતી.
ભારત પાકિસ્તાન જેવું હશે!
પર્થનું ઓપ્ટસ સ્ટેડિયમ વર્ષ 2017થી સતત ટેસ્ટ મેચોની યજમાની કરી રહ્યું છે. પીચ કેવી લાગશે તેવા સવાલના જવાબમાં ક્યુરેટર મેકડોનાલ્ડે કહ્યું કે, 10 મિલિમીટર ઘાસ અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આ પ્રકારની પીચ ગત વર્ષે પણ સારી સાબિત થઈ હતી અને શરુઆતના કેટલાક દિવસો સુધી પીચ સ્થિર રહી હતી. મેકડોનાલ્ડે કહ્યું કે, ગત વર્ષની ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાનની મેચની જેમ આ વખતે પણ ફાસ્ટ બોલરો અનુસાર પીચ તૈયાર કરવામાં આવી રહી છે.
બંને ટીમોની ટીમ પર નજર નાખીએ તો ભારત જસપ્રીત બુમરાહ, આકાશદીપ, પ્રસિધ કૃષ્ણા, હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજના રૂપમાં પાંચ ફાસ્ટ બોલિંગ વિકલ્પ સાથે ઓસ્ટ્રેલિયન પ્રવાસ માટે રવાના થયું હતું. આ ઉપરાંત ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે નીતિશકુમાર રેડ્ડીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ માત્ર પ્રથમ ટેસ્ટ માટે જ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, જેમાં મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ, પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ અને મિચેલ માર્શ સહિત ફાસ્ટ બોલિંગના પાંચ વિકલ્પો સામેલ છે.