Maharashtra: મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી, મુંબઈ પોલીસે 280 કરોડ રૂપિયા જપ્ત કર્યા
Maharashtra: મહારાષ્ટ્રમાં આ મહિને (20 નવેમ્બર) 288 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા માટે અનેક પ્રકારની યુક્તિઓ અપનાવવામાં આવી રહી છે. મુંબઈ પોલીસ અને ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે છેલ્લા બે દિવસમાં મુંબઈના મેટ્રોપોલિટન વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે અને પ્રેશર કૂકર ધરાવતા એક વાહન સાથે 7.3 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.
આ વાતનો ખુલાસો કરતાં તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે અન્ય પક્ષ દ્વારા પ્રચાર કરતી વખતે પ્રેશર કુકર સાથેના વાહનની માહિતી મળી હતી. જ્યારે અધિકારીઓએ વાહનની શોધખોળ શરૂ કરી તો વાહનની આગળની સીટ પર વિજય ચૌગુલેનું પોસ્ટર જોવા મળ્યું. તમને જણાવી દઈએ કે, વિજય ચૌગુલે ઐરોલી સીટ પરથી અપક્ષ ઉમેદવાર છે, જેનું ચૂંટણી પ્રતીક પ્રેશર કૂકર છે.