Maharashtra: મહારાષ્ટ્રમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, PM મોદી સહિત આ નામો, ગુજરાતમાંથી માત્ર મુખ્યમંત્રી પટેલનું નામ
Maharashtra: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપે રાજ્યમાં પ્રચાર માટે 40 સ્ટાર પ્રચારકોને સામેલ કર્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યોગી આદિત્યનાથ ભાજપના નેતાઓમાં સૌથી લોકપ્રિય ચહેરો છે અને તેમની પાસે 30 ચૂંટણી સભાઓ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
Maharashtra: વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરાયેલ સ્ટાર પ્રચારકોની યાદીમાં રાજ્યના દિગ્ગજ સૈનિકોનો પણ સમાવેશ થાય છે. તેમાં નીતિન ગડકરી, દેવેન્દ્ર ફડણવીસ, વિનોદ તાવડે, અશોક ચવ્હાણ, આશિષ શેલાર, પંકજા મુંડે, મુરલીધર મોહોલ સહિતના ઘણા દિગ્ગજ સ્ટાર પ્રચારકોનો સમાવેશ થાય છે.
ભાજપના સ્ટાર પ્રચારક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
જેપી નડ્ડા
રાજનાથ સિંહ
અમિત શાહ
નીતિન ગડકરી
યોગી આદિત્યનાથ
પ્રમોદ સાવંત
ભૂપેન્દ્ર પટેલ
વિષ્ણુ દેવ સાય
મોહન યાદવ
ભજનલાલ શર્મા
નાયબસિંહ સૈની
હિમંતા બિસ્વા સરમા
શિવરાજસિંહ ચૌહાણ
દેવેન્દ્ર ફડણવીસ
ચંદ્રશેખર બાવનકુળે
શિવ પ્રકાશ
ભૂપેન્દ્ર યાદવ
અશ્વિની વૈષ્ણવ
નારાયણ રાણે
પિયુષ ગોયલ
જ્યોતિરાદિત્ય સિંધિયા
રાવસાહેબ દાનવે
અશોક ચવ્હાણ
ઉદયનરાજે ભોસલે
વિનોદ તાવડે
આશિષ શેલાર
પંકજા મુંડે
ચંદ્રકાત પાટીલ
સુધીર મુનગંટીવાર
રાધાકૃષ્ણ વિખે પાટીલ
ગિરીશ મહાજન
રવિન્દ્ર ચવ્હાણ
સ્મૃતિ ઈરાની
પ્રવીણ દરેકર
અમર સાબલે
મુરલીધર મોહોલ
અશોક નેતે
સંજય કુટે
નવનીત રાણા
પીએમ મોદી દિવાળી પછી મહારાષ્ટ્રમાં જોરદાર રેલીઓ યોજવાની તૈયારી કરી રહ્યા છે. PM મોદી 5 થી 14 નવેમ્બર સુધી મહાયુતિ માટે વોટ માંગશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 8 દિવસ સુધી મહારાષ્ટ્રમાં અનેક ચૂંટણી સભાઓ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના દરેક વિસ્તારમાં રેલીઓ કરશે. પીએમ મોદી માત્ર ભાજપ માટે જ નહીં પરંતુ મહાયુતિના ઉમેદવારો માટે પણ પ્રચાર કરશે.