Israel:સવાલો ઉઠી રહ્યા છે કે ઈઝરાયેલને આ એક વર્ષ જુનો વીડિયો હવે જાહેર કરવાની જરૂર કેમ પડી?
Israel:થોડા દિવસો પહેલા ઈઝરાયેલે હમાસ ચીફ યાહ્યા સિનવારનો એક વર્ષ જૂનો વીડિયો જાહેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે સિનવાર અને તેનો પરિવાર વૈભવી જીવન જીવે છે જ્યારે હમાસે ગાઝાના સામાન્ય લોકોને યુદ્ધમાં ફસાવી દીધા છે. પરંતુ
હમાસ ચીફ યાહ્યા સિનવારનું મૃત્યુ થયું છે. સિનવાર 16 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલી સેનાના સામાન્ય ઓપરેશનમાં માર્યો ગયો હતો, જેની પુષ્ટિ બીજા દિવસે એટલે કે 17 ઓક્ટોબરે થઈ હતી. સિનવારના મૃત્યુના ચાર દિવસ પછી, ઇઝરાયલે તેના સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. X વીડિયો શેર કરતી વખતે IDFના પ્રવક્તા અવિચે અદ્રાઈએ લખ્યું, ‘હમાસના નેતાઓ વૈભવી જીવન જીવે છે અને ગાઝાના સામાન્ય લોકોને યુદ્ધમાં ફસાવે છે.’
RAW FOOTAGE of Sinwar just hours before the October 7 Massacre: pic.twitter.com/Rzft92TW16
— Israel Defense Forces (@IDF) October 20, 2024
વાસ્તવમાં, ઇઝરાયેલ દ્વારા જાહેર કરવામાં આવેલા વિડિયોમાં હમાસ ચીફ યાહ્યા સિનવાર તેના પરિવાર સાથે એક સુરંગમાં આગળ વધતો જોવા મળે છે. આ વીડિયોમાં ખાસ વાત એ હતી કે સિનવરની પત્ની સમર મોહમ્મદ અબુ જમારના હાથમાં રહેલી બેગ લાખોમાં હતી.
સિનવરની પત્નીએ પોતાના હાથમાં હર્મિસ બિર્કિન બ્રાન્ડની બેગ પકડી હતી, જેની કિંમત લગભગ 32 હજાર ડોલર (લગભગ 27 લાખ રૂપિયા) હોવાનું કહેવાય છે. જો કે આ વીડિયો એક વર્ષ જૂનો છે, પરંતુ તે 7 ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયેલ પર હમાસના હુમલા પહેલા લેવામાં આવેલ વીડિયો હોવાનું કહેવાય છે.
એક વર્ષ જૂનો વિડિયો હવે કેમ જાહેર થયો?
પરંતુ સિનવારના મૃત્યુ પછી ઇઝરાયેલને અચાનક આ વિડિયો જાહેર કરવાની જરૂર કેમ પડી? આનો જવાબ યાહ્યા સિનવારનો તેમના મૃત્યુ પહેલાનો છેલ્લો વીડિયો છે જે ખુદ ઈઝરાયેલે જ જાહેર કર્યો હતો પરંતુ માનવામાં આવે છે કે આમ કરીને ઈઝરાયેલે મોટી ભૂલ કરી છે.
https://twitter.com/drrpalestine/status/1847092163550892203
હમાસ ચીફ યાહ્યા સિનવારના મૃત્યુના થોડા કલાકો પહેલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિશ્વભરના ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેમને પ્રતિકારનો નવો ચહેરો ગણાવી રહ્યા હતા. લોકો માનતા હતા કે સિનવર યોદ્ધાની જેમ યુદ્ધના મેદાનમાં લડતા મૃત્યુ પામ્યા હતા. લોકોએ ઇઝરાયલના દાવા પર પણ સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું કે યાહ્યા સિનવાર સુરંગમાં છુપાયો હતો અને તેણે બંધકોને પોતાનું સુરક્ષા કવચ બનાવ્યું હતું.
વાસ્તવમાં, જ્યારે ઇઝરાયેલી સેનાએ યાહ્યા સિનવર પર હુમલો કર્યો, ત્યારે તેઓ જાણતા ન હતા કે તેઓએ તેમના સૌથી મોટા દુશ્મનને મારી નાખ્યા છે. ઇઝરાયેલી સેનાએ સિનવાર અને તેના બે સાથીઓનો પીછો કર્યો, તેમના ચહેરા કાફિયા (સ્કાર્ફ)થી ઢંકાયેલા હતા, જેના કારણે ઇઝરાયેલી સૈનિકો જાણતા ન હતા કે તેઓ જે વ્યક્તિનો પીછો કરી રહ્યા છે તે યાહ્યા સિનવાર છે. આ દરમિયાન ઈઝરાયલી સૈનિકોએ ત્રણેય પર ગોળીબાર કર્યો, જેના કારણે બે લોકો એક ઈમારતમાં છુપાઈ ગયા જ્યારે બીજો વ્યક્તિ બીજી ઈમારતમાં ગયો. જ્યારે IDF સૈનિકોએ આ ત્રીજા માણસનો પીછો કર્યો અને બિલ્ડિંગમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે હેન્ડ ગ્રેનેડ ફેંક્યા, ત્યારબાદ IDF સૈનિકો પાછળ હટી ગયા અને બિલ્ડિંગમાં ડ્રોન મોકલ્યું.
છેલ્લો વિડિઓ: ઇઝરાયેલ માટે મુશ્કેલી?
ડ્રોન દ્વારા કેદ કરાયેલ હમાસ ચીફનો છેલ્લો વીડિયો ઈઝરાયેલ માટે મુસીબતનું કારણ બની ગયો હતો. વીડિયોમાં સિનવર ખંડેર ઈમારતમાં સોફા પર બેઠેલો જોવા મળે છે. તેનો ચહેરો ઢંકાયેલો છે અને તે ઘાયલ અને થાકેલા દેખાય છે. તેનો જમણો હાથ ગંભીર રીતે ઘાયલ અને લોહી વહેતું જોવા મળે છે, પરંતુ ડ્રોન સિનવરની નજીક પહોંચતા જ તે પોતાના બીજા હાથથી ડ્રોન પર લાકડી ફેંકતો જોવા મળે છે.
આ વીડિયો સામે આવ્યા અને યાહ્યા સિનવાર વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ, લોકોના એક વર્ગે તેને હીરો કહેવાનું શરૂ કર્યું અને દાવો કરવાનું શરૂ કર્યું કે ઇઝરાયેલ ઘણા દિવસોથી હમાસ નેતા વિશે પ્રચાર કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ દાવાઓનો સામનો કરવા માટે, ઇઝરાયેલે યાહ્યા સિનવારનો એક વર્ષ જૂનો બંકર વીડિયો શેર કર્યો છે. જેથી એક તરફ સુરંગમાં છુપાયા હોવાના તેના દાવાને મજબૂતી મળે અને બીજી તરફ તેની હીરોની છબીનું ખંડન કરી શકાય.