Bjp Gujarat આખરે હાઇકોર્ટના હુકમને પગલે કાર્યવાહી, પ્રાંતિજના ભાજપના MLA ગજેન્દ્ર પરમાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા અદાલતે હુકમ કર્યો
ધારાસભ્ય સામે દાખલ થઈ પોલીસ ફરિયાદ, ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમાં નોંધાયો ગુનો
ગજેન્દ્ર પરમાર સામે દુષ્કર્મ, એટ્રોસિટી અને ધાકધમકીના આરોપ
ચાલ-ચરિત્ર અને ચહેરાનું સુત્ર લઇને નીકળેલી ભાજપાએ હવે સેક્સ- સંગઠન અને સત્તાનું નવું કલ્ચર સ્વીકારી લીધુ હોય તેમ લાગે છે. ગુજરાતમાં ભાજપની સત્તા 28 વર્ષથી હોવાથી હવે તેમાં સત્તાની તમામ અવગુણ આવી ગયા છે. ભાજપના અનેક નેતાઓ ભ્રષ્ટાચાર, કૌભાંડ, અત્યાચાર, અનાચાર અને ચારિત્ર હીન હોવાના બનાવ રોજ બહાર આવે છે.
પીડિતાએ જાહેર કર્યું છે કે, ભાજપમાં અનેક મહિલાઓ સાથે પ્રધાને ખરાબ કૃત્ય કર્યું છે.
BJPની કાર્યકરે પત્ની તરીકે હક માંગ્યો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય તથા અન્ન અને નાગરીક પૂરવઠા અને ગ્રાહકોના વિભાગના રાજયકક્ષાના પ્રધાન ગજેન્દ્ર પરમાર વિરુદ્ધ અમદાવાદ ભાજપની એક મહિલા કાર્યકરે શારિરીક શોષણનો આરોપ મૂકીને પત્ની તરીકેનો હક્ક માંગ્યો છે.
ગજેન્દ્રએ મહિલાને ગાંધીનગરના MLA કર્વાટરમાં બોલાવીને અનૈતિક સંબંધો બાંધ્યા હતા. બળાત્કાર કર્યો હતો. ગજેન્દ્ર પરમારે મહિલાને પત્ની તરીકેના હક્ક આપવાનું કહીને સંબંધ બાંધ્યો હતો.
ગયા વર્ષે 2020માં આ આરોપ મૂક્યો, પછી ગજેન્દ્ર પ્રધાન બન્યા
ભાજપની મહિલા કાર્યકરે ન્યાય મેળવવા મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગઈ હતી. તેમાં સફળતા ન મળતાં મહિલાએ આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.
ભાજપની મહિલા કાર્યકર સાથે મીઠા સંબંધ બાંધ્યા હોવાની વાત ગત વર્ષ ખૂબ જ ચર્ચા જગાવી હતી. તે સમયે પણ આ મહિલા કાર્યકરે ગજેન્દ્રસિંહ પરમાર પર અનેક આક્ષેપો કર્યા હતા. જેને લઈને કેટલાક ભાજપના મોટામાથાઓમાં પણ હલચલ મચી ગઈ હતી.
ગજેન્દ્ર પરમારની ચૂપકીદી
પ્રદેશ ભાજપના કિસાન મોરચાના અધ્યક્ષ હિતેષ પટેલે સમાધાન કરવાના બહાને પીડિત મહિલાના નામે 80 લાખ પડાવી લીધાનો ઓડિયો ક્લિપમાં આક્ષેપ થયો છે.
મહિલાએ સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલને ફોન કરીને જાણ કરી હતી. ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરશે એવું પણ કહ્યું હતું. ફોન ટેપની ઓડીયો ક્લીપ જાહેર કરાઈ છે.
ભાજપના જ નેતા કર્યા આક્ષેપો
તલોદ તાલુકાના ભાજપના યુવા નેતા કિશોરસિંહ ઝાલાએ તાજેતરમાં ફેસબુક પર લાઈવ કરીને આક્ષેપો કર્યાં હતા. ધારાસભ્યે નેતા બ્લેકમેઈલ કરતાં હોવાનું કહ્યું હતું. પુરાવા રજૂ કરવા પડકાર ફેંક્યો હતો. પછી આ મહિલા બહાર આવી હતી અને ટેપ સાથેના પુરાવા જાહેર કર્યા હતા. પછી ઝાલાએ ગજેન્દ્રનો યુવતી સાથેનો બેડરૂમમાં પલંગ પર બેઠેલા હોવાનો સેલ્ફી ફોટો જાહેર કર્યો હતો.
સંબંધો બાંધ્યાનો સ્વીકાર કરતો યુવતીનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં યુવતી દલિત સમાજની કહીને લગ્ન કર્યા ન હતા. ડિપ્રેશનમાં આવી ગઈ હતી. સમાધાન માટે ધારાસભ્યના માણસ પ્રેશર કરતા હતા. તેને અને તેની દીકરીને જીવનું જોખમ હોવાથી વીડિયો બનાવીને ન્યાયની માગ કરી છે.
ન્યાય નહીં મળે તો ન્યૂડ ફોટો જાહેર કરવાની પીડિતાને ચીમકી
ગજેન્દ્ર દર મંગળવારે ધારાસભ્ય ક્વાર્ટસ ખાતે બોલવાતો ત્યારે મોબાઇલ ઘરે મૂકીને આવવાનું કહેતા હતા. ગજેન્દ્રસિંહે શારિરીક સંબંધ બાંધ્યા ત્યારે બન્નેએ મારા મોબાઇલમાં સેલ્ફી સહિત કેટલાક ન્યૂડ ફોટા પાડયા હતા.
ગજેન્દ્ર અને તેના સાગરીતોએ એક દિવસ મહિલાનો મોબાઇલ લઇને અમારા બન્નેના ફોટા ડિલીટ કરી નાંખ્યા હતા. પરંતુ એક ફોટો પ્રાઇવેટ ગેલેરીમાં હોવાથી તે ડિલીટ થયો નથી. જો મને ન્યાય નહીં મળે તો તે ફોટો મિડીયામાં પ્રકાશિત કરીશ.
રૂપાણીએ તપાસ ન કરી
બળાત્કાર કરનારને નપુંસક બનાવી દેવાશે તેવો કાનૂન પાકિસ્તાન સંસદમાં પસાર કરવામાં આવ્યો છે. ભારતમાં 10 વર્ષની સજા છે. પણ ભાજપના નેતાઓ ફરિયાદ જ લેવા દેતા નથી. ત્યાં ન્યાય કઈ રીતે મળશે.
તાત્કાલિક પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત ડીજીપી અને અમદાવાદ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. જા કે, આ કેસમાં કોઈ જ તપાસ કે ફરિયાદ નોંધવામાં નહોતી આવી. મહિલાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, મંત્રી ભાજપના નેતા હોવાથી તેમની સામે કોઈ જ કાર્યવાહી થતી નથી. ભાજપ રાજમાં તેમના જ પક્ષના મહિલા કાર્યકર સલામત ન હોવાનો પીડિતાનો દાવો છે. રજૂઆતો પછીયે ન્યાય મળતો નથી.
ભાજપની સરકાર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં
પોતાની જ સરકારના મંત્રી સામે મહિલાએ ગંભીર આક્ષેપ કર્યા છે અને મહિલા ન્યાય માટે રઝળપાટ કરી રહી છે. મહિલાને ન્યાય મળી શક્તો નથી. ભાજપ મહિલાઓ સામેના અત્યાચારોને કોઈપણ ભોગે સાંખી લેવામાં આવશે નહી તેવી વાતો કરે છે. ભાજપના નેતા, મંત્રી અને ધારાસભ્ય મહિલાનું શારીરિક શોષણ કરી રહ્યા છે, છતાં પણ ભાજપની સરકાર છતી આંખે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આવી ચૂકી છે.
મોવડીમંડળના મોંઢા પણ સિવાઈ ચૂક્યા છે. બધા નેતાઓના મોંઢા સિલાઈ ચૂક્યા છે. ગાંધીનગર અને દિલ્હી ચૂપ છે. કથની અને કરણીમાં ફેર છે. મંત્રીને બચાવવા માટે સરકાર ખુદ અભેદ્ય દીવાલ બનીને ઊભી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ત્યારે આ કેસની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરાશે કે પછી ફીડલું વાળી દેવામાં આવશે તેવા સવાલો છે.
CBIને પત્ર
સીબીઆઈને પત્ર લખ્યો છે. તપાસની માગણી કરી છે. ગુજરાત રેન્જના સીબીઆઈના ડિરેક્ટરને પત્ર લખીને મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે ગુનો નોંધવા ફરિયાદ કરી છે. પત્ની સુખ આપતી ન હોવાથી પ્રેમમાં ફસાવી દર મંગળવારે શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલા દલિત હોવાથી લગ્ન કર્યા નહી અને તરછોડી દીધી છે.
ગુજરાત સરકારના મંત્રી લંપટ છે તેવા આક્ષેપો સાથે મહિલાએ પહેલાં અમદાવાદ પોલીસ કમિશનર સહિત પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યા હતા. જોકે મંત્રી સામે કોઈ કાર્યવાહી ન થતાં મહિલાએ હિંમતનગરમાં મુખ્યમંત્રીની હાજરીમાં એક કાર્યક્રમમાં હોબાળો મચાવવા ચીમકી આપી હતી. જેને પગલે મહિલાની અટક કરાઈ હતી.
મહિલા કાર્યકર વર્ષ 2020માં ગાંધીનગર સચિવાલય ખાતે મંત્રીના સંપર્કમાં આવી હતી, એ પછી બંને વચ્ચે વોટ્સએપ કોલ, મેસેજથી વાર્તાલાપ શરૂ થયો હતો, દરમિયાન ગજેન્દ્રએ કાર્યકરને પત્ની તરીકે રાખવા માગું છું તેવી ઓફર કરી હતી. મંત્રીએ જે તે વખતે પોતે ધારાસભ્ય છે એટલે કોઈ કામ હોય તો તાત્કાલિક કરાવી આપીશ, એમએલએ ક્વાર્ટસમાં તમે મને મળો.
મહિલાએ એવી વાત મૂકી કે, તમે ઠાકોર દરબાર છો અને હું અનુસૂચિત જાતિની છું તો તમે મને સ્વીકારશો? તે વખતે ધારાસભ્યે પત્નીને છુટાછેડા આપીને સ્વીકારવા તૈયારી બતાવી હતી. 30મી જુલાઈ 2020ના રોજ ધારાસભ્યના નિવાસે બપોરે 1થી 2.30 વાગ્યા સુધી ગજેન્દ્રએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ગજેન્દ્રસિંહે 15થી વધુ વખત સંબંધ બાંધ્યા હતા. બે ત્રણ મહિના બાદ સંપર્કો બંધ કરી દીધા હતા. ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાનું કારણ આપતાં હતા
બંને વચ્ચે બબાલ થતાં ધારાસભ્યે તમારા જેવી કેટલીયે છોકરીનો ઉપયોગ કરીએ છીએ એમ કહી સંબંધની વાત ભૂલી જવા કહ્યું હતું. એ વખતે કલ્પેશ, હિતેશ અને કિશોર નામના ગજેન્દ્રના સાગરિતો ચાંદખેડા આવેલા અને દીકરી ઉઠાવી જવાની, મારી નાખવાની ધમકીઓ આપેલી. જે પછી ત્રણેય શખ્સોએ કુડાસણ ખાતે 22 નવેમ્બર 2020ને રાત્રે નોટરી એફીડેવીટ લખાણ પર સહી કરાવી હતી.
મહિલાએ રાજ્ય પોલીસ વડાને લેખિતમાં અરજી કરી હતી પણ કાર્યવાહી થઇ ન હતી. આ મહિલા અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસે પહોંચી હતી. પણ તત્કાલિન સીપીના રીડર પીઆઇ દહીયાએ અવાર નવાર ધક્કા ખવડાવ્યા બાદ અરજી આવી નથી તેવો જવાબ આપ્યો હતો.
ફરીથી ડીજી ઓફિસ પહોંચીને અરજી સંદર્ભે પૂછપરછ કરતા સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં મોકલી હતી. ત્યાં બે મહિલા પોલીસકર્મી અને રાઇટર નરેન્દ્રસિંહે મોટા માણસો સામે અરજી કે ફરિયાદ ન કરવા માટે સમજાવટ કરી હતી.
28 જૂન 2021ના રોજ બપોરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં રાતના 8 વાગ્યે રાઇટર નરેન્દ્રસિંહ, સંજ્યસિંહ બન્ને રૂ. 20 લાખ લઇ આવી લઈ લેવા કહ્યું હતું. 80 લાખ સુધી આપવા કહ્યું હતું. પછી 1 કરોડ આપવાની વાત કરી હતી.
પીડિતાને રુપિયાની ઓફર
પોલીસ સ્ટેશનની બહાર કાળા રંગની કારમાં ગજેન્દ્ર બેઠો હતો. ગાંધીનગરના પોલીસ સ્ટેશનમાં જ મહિલાને એક કરોડની ઓફર થઈ હતી. મહિલાએ પૈસા લેવાની ના પાડી અને કિશોર સામે ખોટી ફરિયાદ કરવાની ના પાડતા ગજેન્દ્રસિંહના સાગરીતોએ ધમકીઓ આપી હતી.
આવી જ રીતે સહકારી બેંકના ચેરમેન મહેશ પટેલ સામે પણ આક્ષેપો થયાં છે. સાબરકાંઠા જિલ્લા સહકારી બેંકના ચેરમેન મહેશ પટેલ સામે મહિલા સાથે યોનશોષણના આક્ષેપો થયા છે.
કોણ છે ગજેન્દ્ર પરમાર…
તલોદ પાસેના વકતાપુર ગામના ગજેન્દ્રસિંહ ઉદ્દેસિંહ પરમાર 2017માં ચૂંટાયા હતા. વકતાપુર-ઉજેડીયા ગામના સરપંચ હતા. સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેકટર હતા. તલોદ માર્કેટયાર્ડના ચેરમેન હતા. ભાજપમાં મહામંત્રી હતા. મંત્રી તરીકે પસંદગી ઓબીસી વર્ગ માંથી થઇ છે. તલોદ કોલેજને બે મંત્રીઓનું ગૌરવ છે. તલોદ આર્ટસ કોલેજના હિન્દી વિષય સાથે ગજેન્દ્ર ભણેલો છે. ભાજપના લગ્ને લગ્ને કુંવારા મંત્રી તરીકે કોઈનું નામ લેવાનું આવે તો તે ગજેન્દ્ર પરમારનું છે.
બળાત્કાર વધ્યા
10 વર્ષમાં બળાત્કારની ઘટનાઓ ગુજરાતમાં વધી છે. 2010માં 402 બળાત્કારની ઘટનાઓ બની હતી. 2018માં 936 બળાત્યાર ગુજરાતમાં થયા હતા. છેડતી 1300 થાય છે. 5 હજાર મહિલાઓ ગુમ થતી હતી તે 10 વર્ષ પછી વધીને 6100 થઈ છે.
ભાજપના નેતાઓના બળાત્કારો
નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખે આદિવાસી યુવતી પર બળાત્કાર કર્યો હતો.
નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ બાદ ભાજપે તેને સસ્પેન્ડ કર્યા હતા.
BJP એટલે બળાત્કાર જનતા પાર્ટી: કમલનાથ. ભાજપના 20 નેતા પર દુષ્કર્મનો આરોપ. – મેક ઈન ઈન્ડિયા નહીં રેપ ઈન ઈન્ડિયા, બેટી પઢાઓ-બચાઓ …
કોડીનારના ભાજપ અગ્રણીનો 14 વર્ષની સગીરા પર દુષ્કરમા કર્યું ત્રણેક માસમાં ત્રણ વખત અગ્રણીએ બળાત્કાર .
સુરતમાં ભાજપ નાવિશાલ પાટીલ સામે બળાત્કારનો આક્ષેપ
રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના નેતાનો રિવોલ્વર બતાવી બળાત્કાર
ભાજપ નેતાએ અમરેલીમાં વિધવા મહિલાને બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે.
નર્મદા જિલ્લા ભાજપમાં તિલકવાડા તાલુકાની ૩૦ વર્ષની યુવતીની દુષ્કર્મની ફરિયાદ.
ભાજપના સૌથી વધુ 21 સાંસદો-ધારાસભ્યો મહિલાઓ વિરુદ્ધના કુકર્મોની ફરિયાદ
નર્મદા જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ દ્વારા બળાત્કારનો ભોગ બનેલી પીડિતાનો પીછો કરવા માટે ભાડૂતી માણસો રાખ્યા હતા.
વડોદરામાં બળાત્કાર કેસમાં સંડોવાયેલા ભાજપના નેતાની હકાલપટ્ટી નહીં થતાં ભાજપમાં ભાંજગડ.
બળાત્કાર અને આતંકવાદ માટે મુસ્લિમો જવાબદારઃ ભાજપ સાંસદ
સુરતમાં ઉધના વિસ્તારમાં રહેતા ભાજપના કાર્યકર્તા સામે વધુ એક બળાત્કારની ફરિયાદ વિશાલ પાટીલ . ભાજપના વિશાલ પાટીલ સામે 17 વર્ષની કિશોરી ઉપર બળાત્કારનો આરોપ
ભુજના ભાજપના તાલુકા પંચાયતના સદસ્યએ આદિવાસી મહિલા પર બળાત્કાર કર્યો હતો. સ્થાનિક પોલીસે પણ તેમની ફરિયાદ ન લેતાં તેમના પિયરમાં જઈ ફરિયાદ કરવી પડેલી.
વિરમગામની સભામાં પણ એક દલિત દિકરીએ ધ્રુસકે ધ્રુસકે રડતા પોતાની આપવીતી વ્યકત કરતાં જણાવેલું કે, તેમના ઉપર પણ ભાજપના પ્રમુખે બળાત્કાર ગુજાર્યો છે.
કે સી પટેલ
ગુજરાત BJP વલસાડના સાંસદ કે સી પટેલનો અશ્લીલ વીડિયો જાહેર થયો હતો. એક મહિલા વકીલે બળાત્કારનો આક્ષેપ કરી તેના ગાઝિયાબાદના ઘેર અશ્લીલ વીડિયો ઉતારી લેવાયો હતો. એ પછી યુવતીએ અશ્લીલ તસવીરો તથા વીડિયો બહાર નહીં પાડવાના બદલામાં પાંચ કરોડ રૂપિયા માંગ્યા હતા. કે સી પટેલ પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો.
ગૃહ પ્રધાનના વિસ્તારમાં જ સામૂહિક બળાત્કાર થયો હતો. ડિસેમ્બર 2019માં પૂર્વ ગૃહ પ્રધાન પ્રધાન પ્રદીપ જાડેજાના વિસ્તારમાં 10માં ઘોરણમાં ભણલી દિશોરી પર સામુહિક બળાત્કાર કરી વિડિયો ઉતારીને જાહેર કર્યો હતો.
રાજકારણ
21 સપ્ટેમ્બર 2021માં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરએ બળાત્કાર મામલે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાના મામલે એક મહિનાનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી હતી.
ગુજરાતમાં શહેરા વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય જેઠા આહિરની સામે બળાત્કારનો આરોપ છે. જે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. (2017). જ્યારે ગુજરાતમાં 11 MLA-MP એવા છે કે જેમની સામે મહિલાઓ સામેના ગુના છે. જે છેડતી, અવમાન, હત્યા, બળાત્કારનો પ્રયાસ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
સમગ્ર દેશમાં 3 ધારસભ્યો સામે બળાત્કારના કેસ છે. જેમાં ગુજરાતના એક ભાજપના છે.જેઓ ગુનાખોરી સાથે સંકળાયેલાં છે તેમને ટિકિટ આપવી ન જોઈએ. રાજકીય પક્ષોએ મહિલાઓ સામે ગુના અંગે માપદંડ જાહેર કરવો જોઈએ કે જેના પર ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે છે. સંસદસભ્યો અને ધારાસભ્યો સામેના કેસો ઝડપી ચલાવવા જોઈએ.
પાટણનો પીટીસી કાંડ, કચ્છમાં મહિલાનો જાસુસીકાંડ, રાજ્યમાં મહિલાઓ ઉપર થતા દુષ્કર્મ, જાતીય સતામણી અને અત્યાચારની નિંદનીય ઘટનાઓથી માથું શરમથી ઝૂકી જાય છે.
બળાત્કારી ભાજપ
ભાજપ બળાત્કારી પક્ષ બની ગયો ? પરેશ ધાનાણી
આવી દુષ્કર્મની ઘટનામાં સત્તાધારી ભાજપ પક્ષના આગેવાનો સામેલ છે. નલિયા ભાજપમાં 35 યુવતિઓનું યૌન શોષણ, જજ દ્વારા તપાસની માંગણી કરો હતી. સુરતની યુવતીના શોષણ અને નલિયાના દુષ્કર્મકાંડથી ગુજરાત અને દેશની ભાજપ સરકારની ચાલ, ચરિત્ર અને ચહેરો ખુલ્લા પડી ગયા છે.
ભાજપે બહેન-દીકરીઓની આબરુને લીલામ કરવા માટે પાર્ટીના નામની મર્યાદા રાખી નથી. પંડિત દિનદયાળ ઉપાધ્યાય કે જેઓ પવિત્ર અને બ્રહ્મચારી હતા તેઓના ફોટા સાથે સ્ત્રી કાર્યકર્તાઓના ફોટા મૂકીને ઓળખપત્ર બનાવ્યા અને તેનો દુરપયોગ કચ્છમાં કરવામાં આવ્યો હતો.
કચ્છમાં 35 યુવતીઓનું યૌન શોષણ
નલિયા સેક્સકાંડનું ષડયંત્ર એક વર્ષ ચાલતું રહ્યું હતું. તેમાં ભાજપના મંત્રીઓ, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યઓ, સંસદસભ્ય, નગરપાલિકાના સેવકો, મોટા આગેવાનો સામેલ હતા. આ શરમજનક ઘટનામાં અત્યંત આઘાતજનક બાબત એ છે કે 35થી વધુ યુવતીઓનું યૌન શોષણ થયું હતું. સમગ્ર દુષ્કર્મમાં કોડવર્ડ તરીકે ઉપયોગમાં લેવાયેલા સત્તાધારી રાજકીય પાર્ટીના ઓળખપત્રનો ખુલ્લેઆમ દુરપયોગ થયો હતો.
ભાનુશાળીનો ભત્રીજો
ભાજપના નેતા જયંતી ભાનુશાળીના ભત્રીજાને બ્લેકમેલ કરવા વિડિયો ઉતાર્યો હતો. અમદાવાદના નરોડા ખાતે રહેતા જયંતી ભાનુશાલીના ભત્રીજા સુનીલ વસંત ભાનુશાલીએ વાપીના અનુકૂળ કોમ્પ્લેક્સમાં રહેતી આરોપી મનીષા ગજુગીરી ગોસ્વામી અને તેના પતિ ગજુગીરી ગોસ્વામી બંને મૂળ કચ્છના નખત્રાણાના ધાવડા ગામના વતનીએ પોતાનો વિડિયો ઉતાર્યો હોવાની ફરિયાદ પોલીસને કરી હતી. બન્ને હોટેલમાં ગયા બાદ પોતાનો અશ્લિલ વિડિયો ક્લિપ ઉતારી લીધી હતો.
વીડિયો ક્લિપ વાયરલ કરી દેવાની ધમકી આપી તેની પાસેથી રૂ.10 કરોડની ખંડણી માંગી હોવાની ફરિયાદ કરી હતી. ભાજપના સુનીલે તેમને રૂ.55 લાખ આપ્યાં હતા.
ભાનુશાળએ યુવતીને નેતાનાં ચરણે ઘરી
વાપીમાં રહેતી એક યુવતીએ નખાત્રાણા પોલીસ મથકે 15 એપ્રિલ 2018ના રોજ બળાત્કારની ફરિયાદ કરી હતી. 2008થી 2018 સુધી આ યુવતીને નેતાઓને ચરણ ધરવામાં આવતી હતી. સારો હોદ્દો આપવાની લાલચ આપી હતી. ભાજપના નેતાએ તેની વિડિયો ઉતારી લીધી હતી. જયંતી પોતે તેના વેપારીઓ અને રાજકારણીઓ પાસે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી વેપારીઓ પાસેથી ભાજપનું ફંડ માંગતો હતો. વેપારીઓ સાથે યુવતીના વિડિયો ઉતારતો હતો. આ વિડિયો ક્લીપના સહારે વેપારીઓને બ્લેકમેલ કરી કરોડો રૂપિયા મેળવતો હોવાનું આ યુવતીએ અરજીમાં જણાવ્યું હતું.
શંકરસિંહ પાસેની એ સેક્સ સિડીનું શું થયું ?
તત્કાલીન વિરોધ પક્ષના નેતા શંકરિસંહ લાઘેલાએ ભાજપના નેતાની સેક્સ સિડી નીતિન પટેલને 2017માં પહોંચાડી હતી સત્તાના નશામાં શબાબ અને કબાબના શોખીન એવા ભાજપના આગેવાનોએ ટૂરિઝમને નામે કચ્છને સેક્સનું હબ બનાવી દીધું છે, અગાઉ વિધાનસભામાં બ્લૂફિલ્મ જોતાં રંગે પકડાયેલા ગુજરાતના ભાજપ સરકારના મંત્રી સહિતના ડઝનબંધ મંત્રીઓ તથા આગેવાનો નલિયા સેક્સ કાંડમાં ખરડાયેલા છે, મારી પાસે એની સીડી છે, પણ હું કોઈના ચારિત્ર્યહનનમાં માનતો નથી એટલે નામો જાહેર કરતો નથી. આ સીડી તેમણે પછી થી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પહોંચાડી હતી.
સેક્સકાંડ અને યૌન શોષણ મામલે ગુજરાત બન્યું હબ
વિધાનસભામાં શંકરસિંહે એવો પણ આક્ષેપ કર્યો કે, ગુજરાતને સેક્સકાંડ અને યૌન શોષણનું હબ બનાવી નંબર વન ઉપર મૂકી દીધું છે, તંબૂઓ સેક્સ લીલા માટે છે. કચ્છ-ભૂજની આર્કિટેક નિર્દોષ છોકરી પોતાની હવસલીલા સંતોષવા પાછલા દરવાજેથી લાવવામાં આવે, એની તબિયત ખરાબ હોય તોય ડોક્ટરને બોલાવવામાં ના આવે, એ તો માનવતાની હદ વટાવી કહેવાય.
નલિયા સામુહિક ભાજપ બળાત્કાર કાંડ
કચ્છની ભાજપની એક યુવતીએ #METOO કેમ્પેઈન કરીને ભાજપના બળાત્કારી નેતાઓને ખૂલ્લા પાડ્યા હતા. ગેંગરેપનો કિસ્સો સેક્સ રેકેટ તરીકે બહાર આવ્યો હતો.
2017ના નલિયા બળાત્કાર કેસના ભાજપના ત્રણ નેતાઓને જામીન આપવામાં આવ્યા છે. ત્રણ પદાધિકારીઓ ગાંધીધામના બે નગરસેવક અજિત રામવાણી અને વસંત ભાનુશાલી તેમજ ગાંધીધામ શહેર ભાજપના મહામંત્રી ગોવિંદ પારૂમલાણીની પોલીસે ધરપકડ કરી હતી. કુલ 8 લોકોની ધરપકડ કરાઈ હતી. ભાજપના નેતાઓને પણ જેલમાંથી બહાર કાઢી લેવાયા છે. સામુહિક બળાત્કાર કાંડમાં લોકોએ ભારે હોબાળો બાદ રાજય સરકારે પગલાં લેવાની ફરજ પડી હતી. તે પહેલાં કોઈ સામે પગલાં લેવાયા ન હતા. જેમાં
RSSના ત્રણેય કાર્યકરો હતા. પોલીસ દ્વારા જાણે સત્તાધારી પક્ષના ઇશારે તપાસ થતી હોય તેવું હતું. ભાજપે ચાર વ્યક્તિઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી હતી. પણ બે વ્યક્તિઓ ગાંધીધામ નગરપાલિકાના નગરસેવક તરીકે ચાલુ હતા. પક્ષમાંથી સસ્પેન્ડ થયા પછી પણ તેમની પાસેથી રાજીનામું માગવામાં આવ્યું ન હતું. તેથી પક્ષ દુષ્કર્મના આરોપીઓને છાવરતા હોવાની છાપ ઊભી થઈ હતી.
પિતા પુત્રએ સાથે બળાત્કાર કર્યો
પિતા-પુત્ર સાથે દુષ્કર્મ આચરતા હોય એવો કદાચ કચ્છનો આ પ્રથમ બનાવ હશે. પીડિતાએ બહાર આવીને પોતાનું દર્દ પ્રજા વચ્ચે જાહેર કરવાની હિંમત બતાવી હતી. તેમણે #METOO કેમ્પેઈન કર્યું હતું. 9 લોકોએ તેના પર બળાત્કાર કર્યો હતો. જેમાં મોટા ભાગના ભાજપના નેતા હતા કાંતો ભાજપની સાથે જોડાયેલાં હતા. પછી તેની સેક્સ ક્લીપીંગ ઉતારી હતી.
એક કરોડ આપવાની ઓફર ભાજપે કરી હતી
શરીરના એક પણ અંગોને નહીં છોડનારા આવા વાસના ભુખ્યા વરૂઓને ફાંસીની સજા આપવાની માંગ કરતી પીડીતાએ પોતાને શોસ્યલ લેડીનુ ભાજપનુ આઇકાર્ડ ભાજપ આરએસએસના અગ્રણી ગોવિંદ પારૂમલાણીએ આપ્યુ હોવાનું જણાવ્યુ હતુ. 60થી વધું મોટા લોકોની સેક્સ રેકેટ અને બળાત્કારનાં સંડોવાણી છતાં ચુપ હતા.
સેક્સ સીડીના કારણે 40 વખત બળાત્કાર, ભાજપનું કાર્ડ
મૂળ કચ્છની પણ મુંબઇમાં પરણેલી એક યુવતી સાથે 40થી વધુ વખત દુષ્કર્મ કર્યું હતું. આ શખ્સોએ બીજી 35થી 40 યુવતીઓને સેક્સ રેકેટમાં ફસાવી હતી. આ યુવતીઓ પાસે ભાજપના સોશિયલ વર્કર હોવાનાં કાર્ડ પણ હતાં. ભાજપના અમુક કાર્યક્રમ વખતે આ યુવતીઓને નેતાઓ સુધી પહોંચાડાતી હોવાનું પણ બહાર આવ્યું હતા. ભાજપના બક્ષીપંચ પ્રમુખ મુખ્ય સુત્રધાર હતો.
ભાજપના ટોચના નેતાઓની સંડોવણીનો આરોપ
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા વિંગ દ્વારા રાજ્યના મંત્રી શંકર ચૌધરી, કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભુજનાં ધારાસભ્ય નિમાબહેન આચાર્યની પણ આ કેસમાં સામેલગીરી હોવાના ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. આ નેતાઓની કૉલડિટેલ તપાસાય તો સાચી હકીકત સામે આવી શકે તેમ હતી.