Ahmedabad: જિંદાલ કંપની સાથે ભાજપના નેતાઓની ભ્રષ્ટ જિંદગી
- અમદાવાદમાં કચરામાંથી 360 મે.વો. વીજળી સામે પેદા કરી 15 મે.વો.
અમદાવાદ
Ahmedabad માં 8 વર્ષના વિલંબ બાદ જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કચરામાંથી વીજળી પેદા કરવાનું કામ શરુ કરાયું છે. ટ્રાયલ રન દરમિયાન 15 મેગાવોટ પ્રતિ કલાક ક્ષમતાના ટર્બાઈન મારફત 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાઈ રહી છે. દૈનિક એક હજાર ટન ઘન કચરામાંથી 360 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે જે પાવરગ્રીડમાં સપ્લાય કરાશે.
Ahmedabad ના 21 લાખથી વધુ રહેણાંક અને કોમર્શિયલ મિલકતોમાંથી એકઠા થતાં કચરામાંથી વીજળી બનાવવા વર્ષ 2016માં પ્લાન્ટ નાંખવા ખડી સમિતિએ મંજૂરી આપી હતી. 19.08.2016ના રોજ 14 એકર મોંઘી જમીન ફાળવેલી હતી. તે પ્રોજકેટ હકીકતમાં 2018માં કાર્યરત કરવાનો હતો
Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લી.ની મુદ્દત સતત વધારી આપવામાં આવતી હતી.
સરકાર નિષ્ફળ
ઘરે ઘરેથી કચરો ભેગો કરવાનો વાર્ષિક ખર્ચ વધીને રૂ. 240 કરોડ થયો છે. રોજ 3500 મેટ્રિક ટન કચરો અહીં નંખાય છે. 2030માં Ahmedabad માં 5000 મેટ્રિક ટન કચરો નિકળતો હશે. 2016માં રાજ્યની ભાજપ સરકારે વેસ્ટ ટૂ એનર્જી નીતિ જાહેર કરીને કચરો ડમ્પ કરવાના બદલે તેની પ્રોસેસ કરી વીજળી પેદા કરવા યોજના બનાવી હતી.
હજુ સુધી ગુજરાતના એક પણ શહેરમાં વીજળી પેદા થતી હોય એવો એક પણ પ્લાંટ કામ કરતો નથી. ગુજરાતની 6.50 કરોડ પ્રજામાંથી 2 કરોડ પ્રજા જ્યાં રહે છે તે સૌથી વધુ કચરો પેદા કરે છે. ગુજરાત રાજ્યની 8 મહાનગરપાલિકા તથા 162 પાલિકામાં રોજ 10 હજાર ટન કચરો પેદા થાય છે. જેમાંથી માત્ર 20 ટકા પ્રોસેસ થાય છે. રાજ્યભરમાં વર્ષે કચરાના રિસાઇકલ પછી પણ 35 લાખ ટન કચરો ઠલવાય છે.
કોનું હિત
જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લી. ઉપર ભાજપના નેતાઓ મહેરબાન છે. તેમાં કોનું હિત સચવાય છે ? દેશમાંથી આ કામ અસરકારક રીતે કરવામાં કોઈ કંપની સફળ થઇ નથી. નક્કર કામગીરી ન થતા કંપનીને બ્લેકલિસ્ટ કરવાને બદલે મુદ્દત વધારી હતી. જમીન પરત લઇ લેવાની થતી હતી. નવેસરથી વૈશ્વિક ટેન્ડર બહાર પાડવા જોઈએ.
વીજ ઉત્પાદન
છેલ્લે નવેમ્બર 2024 સુધી લંબાવી આપવામાં આવી હતી. ઘન કચરાને ઈન્સીનરેશન ટેક્નોલોજીની મદદથી બોઈલરમાં ઇન્સિનરેટર કરી 65 ટી.એચ.પી.સ્ટીમ જનરેટ કરવામાં આવે છે. સ્ટીમ વડે 15 મેગાવોટ પ્રતિ કલાક કેપેસીટીના ટર્બાઈન મારફતે 15 મેગાવોટ પ્રતિ કલાક વીજળી ઉતપન્ન કરવાની હતી.
ઉંચી ચૂંકવણી
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.દ્વારા એજન્સીને પ્રતિ કિલો વોટ રૂપિયા 6.31 ચૂકવવામાં આવે છે. વાયેબીલીટી ગેપ ફંડ તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રતિ કિલો વોટ રૂપિયા 0.76 ચૂકવવામાં આવે છે.
એબેલોન કલીન એર્નજીમાં નિયમોનો ભંગ
આ અગાઉ પણ એબેલોન કલીન એર્નજી લી.ને વેસ્ટ ટુ એર્નજીનો પ્રોજેકટ શરૂ કરવા માટેની મુદતમાં વધારો કરી આપી કરારનો ભાજપની અમદાવાદની સરકારે ભંગ કર્યો હતો. વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ અંતર્ગત એબેલોન કંપનીને આપવામા આવેલી કામગીરીની સમય મર્યાદા રાજય સરકારે 31 માર્ચ 2025 સુધી લંબાવી આપી હતી.