Salman Khan: બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે સલમાન ખાનનાં હાલ’: પાંચ કરોડની માંગ, ફરીથી લોરેન્સ ગેંગના નામે ધમકી
Salman Khan: બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે ટ્રાફિક કંટ્રોલને મોકલવામાં આવેલા મેસેજમાં ધમકી મળી હતી. મેસેન્જરે પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો ગણાવ્યો છે.
મુંબઈ ટ્રાફિક પોલીસને Salman Khan વિરુદ્ધ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે મુંબઈ ટ્રાફિક પોલીસના વ્હોટટ્સએપ નંબર પર મેસેજ મોકલ્યો છે. જેમાં સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. મેસેજ મોકલનારએ લોરેન્સ બિશ્નોઈ ગેંગને ટાંકીને કહ્યું છે કે જો સલમાન ખાન જીવતો રહેવા માંગે છે અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથેની દુશ્મની ખતમ કરવા માંગે છે તો તેણે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. તેને હળવાશથી લેવાની ભૂલ ન કરો.
મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે જો તે પૈસા નહીં આપે તો તેના હાલ બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે. મુંબઈ પોલીસે કહ્યું કે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે સલમાન એપ્રિલ મહિનાથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર છે.
અભિનેતાએ આ મામલે 4 જૂને મુંબઈ પોલીસ સમક્ષ નિવેદન પણ નોંધ્યું છે. આ નિવેદન અનુસાર, લોરેન્સ બિશ્નોઈએ તેની ગેંગના સભ્યોની મદદથી તેના ઘરની બહાર ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો.
અભિનેતાના કહેવા પ્રમાણે ગેંગસ્ટરો મને અને મારા પરિવારના સભ્યોની હત્યા કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ પછી પોલીસે ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે લોરેન્સે સલમાનને મારવા માટે છ લોકોને 20 લાખ રૂપિયા આપ્યા હતા. આ ટોળકીએ અભિનેતા સલમાન ખાનની હત્યા કરવા માટે 25 લાખ રૂપિયાની સોપારી લીધી હતી.