Ahmedabad: 2 કલાકમાં એક વ્યક્તિને રૂ. 3200નું પાણી પીવડાવી દીધું
Ahmedabad: અમદાવાદમાં ભ્રષ્ટાચારનો અજબ કિસ્સો છતાં કોઈ પગલાં નહીં
અમદાવાદ, 18 ઓક્ટોબર 2024
Ahmedabad શહેરમાં 6થી 8 જૂલાઈ 2023માં શેરપા બેઠક થઈ હતી. દેશ- વિદેશમાંથી 39 લોકો આવ્યા હતાં. તેમને જોવાલાયક સ્થળો અને અમદાવાદની હેરિટેજ વોકમાં લઈ જવામાં આવ્યા હતા. શેરપા બેઠકમાં બેફામ ખર્ચ કરવામાં આવ્યો હતો.
7 જુલાઈએ બે કલાકના હેરિટેજ વોકમાં મહેમાનો માટે ડેઝિગ્નેટેડ ફૂડ ઓફિસરે રૂ. 1 લાખ 24 હજારનો ખર્ચ પીવાના પાણી માટે કર્યો હતો. બે કલાકમાં એક વ્યક્તિને રૂ. 3200નું પાણી પીવડાવ્યું હતું. રકમ ગાંધી કેટરસને ચૂકવાઈ હતી. ડેઝિગ્નેટેડ ઓફિસરે આ અગાઉ પણ આવા અનેક બેફામ ખર્ચ કર્યાં હતા. જેમાં ફૂડ ફોર થોટ, ફ્લાવર શો, અર્બન- 20, કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમો હતા.
ડેઝિગ્નેટેડ ઓફીસરની જગ્યા માટે લાયકાત હજી સુધી નક્કી કરવામાં આવી નથી. આ અધિકારી મૂળ લાયકાતમાં ફીટ બેસતા નથી. જગ્યા પર ચલાવવામાં એક ખાસ લોબીને વધુ રસ છે.
અમદાવાદ મહાનગર પાલિકાના ભાજપના શાસકો દ્વારા કોઈપણ નાના મોટા ઉત્સવોની ઉજવણી માટે બેફામ ખર્ચ થઈ રહ્યું છે.
અગાઉ ફુડ ફોર થોટના ત્રણ દિવસના કાર્યક્રમમાં કોઈપણ પ્રકારના ટેન્ડર, ઓફર કે કોટેશન વગર જ કમિશનરે કન્સલટન્ટને રૂ. 59 લાખ અને ગ્વાલિયર સ્વીટ્સને રૂ. 76 લાખ ચૂકવ્યા હતા.