Jammu Kashmir Cabinet: એક મુસ્લિમ મહિલા અને બે હિંદુ… ઓમર અબ્દુલ્લા કેબિનેટમાં સામેલ થનાર 5 મંત્રીઓ કોણ છે?
Jammu Kashmir Cabinet: સુરેન્દ્ર ચૌધરીએ જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. આ સિવાય સકીના ઇટ્ટુ અને જાવેદ રાણા સહિત ચાર નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા છે.
કલમ 370 હટાવ્યાના પાંચ વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરને હવે નવી સરકાર મળી છે. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની હાજરીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા. જ્યારે ઓમર કેબિનેટમાં એક મહિલા અને બે હિંદુઓ સહિત કુલ પાંચ મંત્રીઓએ પણ શપથ લીધા છે. સુરેન્દ્ર ચૌધરી જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ બન્યા. આ સિવાય સકીના ઇટ્ટુ, જાવેદ રાણા, સતીશ શર્મા અને જાવેદ ડાર કેબિનેટમાં સામેલ થયા.