Maharashtra Assembly Election 2024: કોંગ્રેસે અશોક ગેહલોત-સચિન પાયલટને સોંપી મહત્વની જવાબદારી
Maharashtra Assembly Election 2024: કોંગ્રેસે મહારાષ્ટ્ર માટે તેના વરિષ્ઠ નિરીક્ષકોની નિમણૂક કરી છે. કોંગ્રેસે મહારાષ્ટ્રના તમામ પ્રદેશો માટે અલગ નિરીક્ષકોની નિમણૂક કરી છે.
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાતના ધમધમાટ વચ્ચે કોંગ્રેસે રાજ્યના વિવિધ પ્રદેશો માટે તેના વરિષ્ઠ નિરીક્ષકોની નિમણૂક કરી છે. રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
Maharashtra Assembly Election 2024: કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે એઆઈસીસીના વરિષ્ઠ નિરીક્ષક અને રાજ્ય ચૂંટણીના વરિષ્ઠ સંયોજકની નિમણૂક કરી છે. મુંબઈ અને કોંકણ, વિદર્ભ (અમરાવતી અને નાગપુર), મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્ર, ઉત્તર મહારાષ્ટ્ર માટે વરિષ્ઠ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.
Hon'ble Congress President has appointed AICC Senior Observers (Division- wise) and State Election Senior Coordinators for Maharashtra, as follows, for the ensuing assembly elections in the state, with immediate effect. pic.twitter.com/vX7qMOD8R5
— INC Sandesh (@INCSandesh) October 15, 2024
પાંચ ક્ષેત્રોમાં વરિષ્ઠ નિરીક્ષકોની નિમણૂક
મુંબઈ અને કોંકણ પ્રદેશ: અશોક ગેહલોત, જી પરમેશ્વર
મરાઠવાડા: સચિન પાયલટ, ઉત્તમ રેડ્ડી
વિદર્ભ: ભૂપેશ બઘેલ, ચરણજીત સિંહ ચન્ની, ઉમંગ સિંઘર
પશ્ચિમ મહારાષ્ટ્રઃ ટીએસ સિંહ દેવ, એમબી પાટીલ
ઉત્તર મહારાષ્ટ્ર: નાસિર હુસૈન, અનસૂયા સીતાક્કા
અશોક ગેહલોતઃ રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેમને હરિયાણા વિધાનસભા ચૂંટણીના વરિષ્ઠ નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ, પાર્ટીએ તેમને લોકસભા ચૂંટણી દરમિયાન અમેઠીના વિશેષ નિરીક્ષક પણ બનાવ્યા હતા.
જી પરમેશ્વર: જી પરમેશ્વર કર્ણાટકના ગૃહ પ્રધાન છે. તેઓ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
સચિન પાયલટઃ રાજસ્થાનના ટોંકના ધારાસભ્ય સચિન પાયલટને રાજકારણનો લાંબો અનુભવ છે. તેઓ અશોક ગેહલોત સરકારમાં ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. તેમને કેન્દ્રમાં કામ કરવાનો અનુભવ પણ છે.
ભૂપેશ બઘેલ: કોંગ્રેસે છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલને ફરી એક મોટી જવાબદારી સોંપી છે. અગાઉ, તેમને લોકસભા ચૂંટણીમાં રાયબરેલીના વિશેષ નિરીક્ષક બનાવવામાં આવ્યા હતા .
ચરણજીત સિંહ ચન્નીઃ ચરણજીત સિંહ ચન્ની પંજાબના પૂર્વ સીએમ છે. અગાઉ તેમને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના વિશેષ નિરીક્ષક બનાવવામાં આવ્યા હતા.
ટીએસ સિંહદેવઃ છત્તીસગઢના પૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહ દેવની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થાય છે. કોંગ્રેસે ટીએસ સિંહ દેવને પણ મેનિફેસ્ટો કમિટીના સભ્ય બનાવ્યા છે.