Kutch : સત્ય ડે, ભુજ હાલમાં માઁ જગદંબાનો તહેવાર એટલે નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે, અને સૌ કોઈ ગરબે ઘુમવા આતુર છે, પરંતુ અધુરામાં પૂરું કરવા નીકળેલા ભ્રષ્ટ નગરસેવકોને મફતમાં પાસ ન મળતા કોર્મિશયલ ગરબી સામે વોટ્સએપના ગ્રુપમાં આકરા તેવર બતાવી કોન્ટ્રાકટ રદ્દ કરવા હવાતિયાં મારી રહ્યા છે.
ભુજ શહેરના આન,બાન અને શાન ગણાતા હમીરસરના કૃષ્ણાજી પુલની એજ અવશ્થા છે, શહેરમાં જ્યાં જૂઓ ત્યાં ખાડા પડ્યાં છે અને જ્યાં નથી ત્યાં ખાડા કરવામાં આવી રહ્યાં છે, ઉપરાંત પાલીકાએ મોરચો લઈને આવતા અરજદારો સામે આજ મફતમાં પાસ મેળવવા હવાતિયાં મારતા નગરસેવકો ડોકાતા નથી, ત્યારે હાલ ભુજમાં પ્રતિષ્ઠિત કોમર્શિલય ગરબીને બદનામ કરવા નગરસેવકોના “ગ્રુપ”માં પોતાના જુદા જુદા મંતવ્ય રજુ કરી કોઇકના ખભે બંદૂક ફોડવાનો કામ કરવાનું જાણે શરૂ કર્યો છે, જો આજ રીતે ભુજના પ્રશ્નો વિશે આજ ભ્રષ્ટ નગરસેવકો યોગ્ય રજૂઆત ધારાસભ્ય સમક્ષ કરે તો કેટલીય ગ્રાન્ટો ભુજને મળે તેમ છે, ભુજને લગતા પ્રશ્નો પણ હલ થાય તેમ છે. હાલ ભુજ નગરપાલિકાની તિજોરી તળીયા જાટક કરનાર આજ ભુજના નગરસેવકોને મફતમાં પાસ જોઈએ…! તો વિચારવા અને મનોમથન કરવા જેવું એ છે કે, આવનાર દિવસોમાં આજ શકુનીઓ (જાગતે રહો, અને ચોરી કરતા રહ્યો) ભુજનો શું વિકાસ કરશે..? તેવો યક્ષ પ્રશ્ન શહેરમાં ચર્ચાના ચકડોળે છે..