Bangladeshમાં મંદિરો અને મંડપોમાં કડક સુરક્ષા વચ્ચે બુધવારે દુર્ગા પૂજાની ઉજવણી શરૂ થઈ.શેખ હસીનાની દેશમાંથી વિદાય બાદ થયેલી હિંસા દરમિયાન લઘુમતી હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો.
Bangladeshમાં હિન્દુઓ તેમના સૌથી મોટા તહેવાર દુર્ગા પૂજાની ઉજવણી કરી રહ્યા છે. દુર્ગા પૂજા મહોત્સવ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વચગાળાની સરકારે ગુરુવારે સપ્તમીના અવસર પર સત્તાવાર રજા જાહેર કરી હતી. બાંગ્લાદેશમાં પાંચ દિવસીય દુર્ગા પૂજા ઉત્સવ રવિવારે દેવી દુર્ગાની મૂર્તિઓના વિસર્જન સાથે સમાપ્ત થશે. વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ રવિવારે મુખ્ય શક્તિપીઠોમાંના એક ઢાકેશ્વરી મંદિરની મુલાકાત લે તેવી અપેક્ષા છે.
ઓછા પંડાલ કેમ બનાવાયા?
બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના નેતા કાજોલ દેબનાથે પીટીઆઈને જણાવ્યું હતું કે, “અમે આજે બીજા દિવસે (સપ્તમી) દુર્ગા પૂજા ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. હજુ સુધી ક્યાંયથી કોઈ અપ્રિય ઘટનાની જાણ થઈ નથી.” દેબનાથે કહ્યું કે આ વર્ષે દુર્ગા પૂજા માટે 31,462 પંડાલ બનાવવામાં આવ્યા છે, જ્યારે 2023માં આ આંકડો 32,408 હતો. તેમણે ચોમાસા અને અન્ય સંબંધિત સમસ્યાઓને કારણે પંડાલની સંખ્યામાં થયેલા ઘટાડાને જવાબદાર ગણાવ્યો હતો.