Bhavnagar: મોટી દુર્ઘટના ટળી, પાણીના પ્રચંડ પ્રવાહમાં મુસાફરો સાથેની બસ ફસાઈ, લોકોને કેવી રીતે બચાવાયા? જૂઓ વીડિયો
Bhavnagar: ભાવનગરમાં ભારે વરસાદ વચ્ચે ગઈકાલે રાત્રે મોટી દુર્ઘટના ટળી હતી. ભાવનગર નજીક આવેલા કોળીયાદ પાસે માલેશ્રી નદીનું જળસ્તર વધવાને કારણે પ્રવાસીઓથી ભરેલી બસ પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ જતાં કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. તેમને બચાવવા માટે ટ્રકની મદદ લેવામાં આવી હતી. પરંતુ તે ટ્રક પણ પાણીમાં ફસાઈ ગઈ હતી. પરંતુ એનડીઆરએફની ટીમની મદદથી તમામને બચાવી લેવાયા હતા.
Bhavnagar: મળતી માહિતી મુજબ, જ્યારે બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ ત્યારે તેમાં 37 મુસાફરો સવાર હતા. જેનો જીવ જોખમમાં હતો. પરંતુ રાહતની વાત એ છે કે આ જાણકારી સૌથી પહેલા સ્થાનિક લોકોની મદદથી પોલીસને આપવામાં આવી હતી. જે બાદ NDRFને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ NDRFની ટીમ સખત મહેનત બાદ તમામને બચાવવામાં સફળ રહી છે.
VIDEO | Gujarat: A tourist bus with 37 passengers, including 29 from Tamil Nadu, was stuck in floodwaters in #Bhavnagar's Koliyak village late last night. All the passengers were safely rescued later.#GujaratNews #Gujarat
(Full video available on PTI Videos -… pic.twitter.com/HNRxM08FM2
— Press Trust of India (@PTI_News) September 27, 2024
બસમાં સવાર 37 લોકોમાંથી 27 તમિલનાડુના…
બસમાં સવાર તમામ મુસાફરો તમિલનાડુના હતા. આ માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમને ટ્રક સાથે ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ત્યાં રેસ્ક્યુ ટીમે તમામ લોકોને બસમાંથી ઉતારીને ટ્રકમાં બેસાડી દીધા, પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે ટ્રક પણ પાણીમાં ફસાઈ ગઈ હતી. લગભગ 2 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ દરેકને બચાવી લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ NDRFની ટીમને આ ઓપરેશન માટે લગભગ 2 કલાકનો સમય લાગ્યો હતો. પરંતુ રાહતની વાત એ છે કે એનડીઆરએફની ટીમે તમામ લોકોને સુરક્ષિત બચાવી લીધા. એનડીઆરએફની ટીમે તમામને બચાવવા માટે માનવ સાંકળ રચી અને તેના દ્વારા તેઓ દરેકને એક ટ્રકમાં લઈ ગયા. જે બાદ તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.