IND vs BAN 1st Test: બાંગ્લાદેશે 4 વિકેટે 158 રન બનાવ્યા
IND vs BAN 1st Test: ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયાની જીત લગભગ નિશ્ચિત છે. જોકે 515 રનના લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશે 4 વિકેટે 158 રન બનાવી લીધા છે.
ભારતે બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન કર્યું છે.
પરંતુ તેના મોટા ખેલાડીઓ કંઈ ખાસ કરી શક્યા ન હતા. ચેન્નાઈ ટેસ્ટના બીજા દિવસના અંતે ટીમ ઈન્ડિયાએ 308 રનની લીડ મેળવી લીધી હતી. હવે તે બીજી ઇનિંગ ચાલુ રાખવા માટે મેચના ત્રીજા દિવસે શનિવારે મેદાનમાં ઉતરશે. ભારતે બીજી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 81 રન બનાવી લીધા છે. હવે શુભમન ગિલ અને ઋષભ પંત દાવને આગળ વધારશે. ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. જ્યારે બાંગ્લાદેશની ટીમ 149 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટીમ ઈન્ડિયાને ચેન્નાઈ ટેસ્ટના ત્રીજા દિવસે શુભમન ગિલ અને ઋષભ પંત તેમજ કેએલ રાહુલ અને અશ્વિન પાસેથી આશાઓ હશે. રવિચંદ્રન અશ્વિને પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. જાડેજાએ પણ જોરદાર ઇનિંગ રમી હતી. ભારતનો ટોપ ઓર્ડર પ્રથમ દાવમાં ખરાબ રીતે ફ્લોપ થયો હતો. યશસ્વી જયસ્વાલની અડધી સદીને બાદ કરતાં ટોપ ઓર્ડરના બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા. રોહિત, યશસ્વી અને વિરાટ બીજા દાવમાં વહેલા આઉટ થઈ ગયા હતા.
ભારત માટે બીજા દાવમાં યશસ્વી અને રોહિત ઓપનિંગ કરવા આવ્યા હતા.
આ દરમિયાન યશસ્વી 17 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્મા 5 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી 37 બોલમાં 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બાંગ્લાદેશ માટે બીજા દિવસના અંત સુધીમાં તસ્કીન અહેમદ, નાહીદ રાણા અને મેહદી હસન મિરાજે 1-1 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ માટે આગળનો રસ્તો મુશ્કેલ બની શકે છે. ટીમ પ્રથમ દાવમાં 149 રનના સ્કોર પર પડી ભાંગી હતી. ભારતે બીજા દિવસ સુધીમાં 308 રનની લીડ મેળવી લીધી હતી, જે હવે વધવા જઈ રહી છે.
કેપ્ટન નજમુલે અડધી સદી ફટકારી, સ્કોર 158-4
બાંગ્લાદેશનો સ્કોર ચાર વિકેટે 158 રન થઈ ગયો છે. કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ અડધી સદી ફટકારી છે. તે 60 બોલમાં 51 રન પર છે. નજમુલના બેટમાંથી અત્યાર સુધીમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા આવી ચૂક્યા છે. તેની સાથે શાકિબ અલ હસન પાંચ રન પર છે.
બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી
બાંગ્લાદેશની ચોથી વિકેટ 146 રન પર પડી હતી. અશ્વિને મુશફિકુર રહીમને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અશ્વિનની આ ત્રીજી સફળતા છે. હવે ભારતે જીતવા માટે વધુ છ વિકેટ લેવાની છે. જ્યારે બાંગ્લાદેશને વધુ 369 રન બનાવવાના છે.