CSIR UGC NET 2024 ની પરીક્ષાની અંતિમ આન્સર કી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા બહાર પાડવામાં આવી છે.
UGC NET 2024:આ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ csirnet.nta.ac.in પરથી આન્સર કી ડાઉનલોડ કરી શકે છે. આ પરીક્ષા 25, 26 અને 27 જુલાઈએ દેશના 187 શહેરોમાં સ્થિત 348 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. જેમાં કુલ 2,25,335 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.
આ પરીક્ષા ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજોમાં જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF), લેક્ચરશિપ (LS) અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ પર ભરતી માટે લેવામાં આવે છે.
CSIR UGC NET પરીક્ષા શું છે?
સંયુક્ત CSIR-UGC NET એ એક પરીક્ષા છે જે વિવિધ શૈક્ષણિક અને સંશોધન તકો માટે ભારતીય નાગરિકોની પાત્રતા નક્કી કરે છે. આમાં જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની નિમણૂક, માત્ર આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે પાત્રતા અથવા પીએચડી પ્રોગ્રામ્સમાં પ્રવેશનો સમાવેશ થાય છે. આ પરીક્ષા ભારતીય યુનિવર્સિટીઓ, કોલેજો અને સંશોધન સંસ્થાઓમાં હોદ્દા માટે સંબંધિત છે.