અમેરીકાની અમૂક ખાનગી કંપનીઓ સામાન્ય લોકોને અંતરીક્ષનો અનુભવ અપાવવાના પ્રયાસમાં છે. અમેરીકાની ટેક્સાસની કંપની Orion Spanનો દાવો છે કે તેઓ સ્પેસની પ્રથમ લગ્ઝરી હોટેલ બનાવવા જઈ રહ્યાં છે. જણાવાઈ રહ્યું છે કે આ હોટેલ 2021માં લૉન્ચ થશે અને 2022 સુધી સામાન્ય લોકો માટે ખુલ્લી મૂકાશે.
એક અંગ્રેજી મીડિયા મુજબ, આ હોટલનુ નામ Aurora Station રાખવામાં આવશે. આ હોટલમાં રહેનારા લોકોને ખાસ પૈસા ચૂકવવાના રહેશે. આ હોટલમાં રહેવા માટે બે ક્રૂ મેમ્બર અને ચાર યાત્રિઓ માટે જગ્યા આપશે. આ હોટલની યાત્રામાં લગભગ 12 દિવસનો સમય થશે. કંપનીનો દાવો છે કે લોકોએ અત્યારથી તેમની વેબસાઈટ પર બુકિંગ કરવાનુ શરૂ કરી દીધુ છે. કંપનીનો દાવો છે કે અહીં વિશ્રામ કરતા વ્યક્તિને દર 24 કલાકમાં લગભગ 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે લગભગ બે વર્ષ પહેલા રશિયાએ પણ આવી એક હોટેલ બનાવવાનુ વિચાર્યુ હતું. અહેવાલ મુજબ, રશિયન સ્પેસ એજન્સી રોસકૉસમસ આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન એટલેકે ISS પર એક લગ્ઝી હોટલ બનાવવાની તૈયારીમા હતી. Aurora Stationના સંસ્થાપક અને સીઈઓ ફ્રેન્ક બન્જરનુ કહેવુ છે કે અમારો હેતુ અંતરીક્ષને એક સામાન્ય વ્યક્તિની પહોંચમાં લાવવાનો છે.
Orion Spanની વેબસાઈટમાં જાણકારી આપવામાં આવી છે કે આ હોટલમાં રહેતી વ્યક્તિને આખી યાત્રા પર 9.5 મિલિયન ડૉલર એટલેકે લગભગ 67 કરોડ રૂપિયા ખર્ચ થશે અને દરેક રાતના લગભગ 5 કરોડ. અહીં જણાવવાનુ કે અંતરિક્ષની યાત્રા પર જવા માટે અમૂક નિયમ અને કાયદા હોય છે, જેના વિશે દરેક લોકોને ખબર હોવી જોઈએ. જેના કારણે આ સ્પેસ હોટલમાં જતા પહેલા યાત્રિઓએ 2 વર્ષની ટ્રેનિંગ લેવી પડશે.