Haryana AAP Candidates List: હરિયાણા AAPની પહેલી યાદી પર સંજય સિંહની પહેલી પ્રતિક્રિયા, કોને કર્યા નિશાન?
Haryana AAP Candidates List: આમ આદમી પાર્ટીએ હરિયાણામાં 20 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. આ અંગે AAP સાંસદ સંજય સિંહની પ્રતિક્રિયા સામે આવી છે.
AAP એ હરિયાણામાં 20 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે.
AAP પ્રદેશ અધ્યક્ષ સુશીલ ગુપ્તીએ જાહેરાત કરી છે કે AAP રાજ્યની તમામ 90 બેઠકો પર ચૂંટણી લડશે. AAPની આ યાદી પર AAP સાંસદ સંજય સિંહનું નિવેદન પણ સામે આવ્યું છે. ભાજપ પર નિશાન સાધતા સંજય સિંહે કહ્યું કે અમે તેમના દસ વર્ષના કુશાસનને દૂર કરવાનું કામ કરીશું.
VIDEO | Haryana elections: "AAP has released list of 20 candidates for Haryana elections, I congratulate them from the behalf of all the workers of the party. We will try to dislodge the misrule of BJP," says AAP leader Sanjay Singh (@SanjayAzadSln) as party releases the list of… pic.twitter.com/AGGQJvUk8J
— Press Trust of India (@PTI_News) September 9, 2024
હરિયાણા ચૂંટણી માટે પાર્ટીના 20 ઉમેદવારોની યાદી અંગે AAP નેતા સંજય સિંહે કહ્યું કે,આમ આદમી પાર્ટીએ હરિયાણા ચૂંટણી માટે 20 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. હું પાર્ટીના તમામ કાર્યકરો વતી તેમને અભિનંદન આપું છું. અમે ભાજપ”ને હટાવવાનો પ્રયાસ કરીશું.
ગઠબંધન પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈને ચિત્ર હવે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે. AAP પ્રદેશ અધ્યક્ષ સુશીલ ગુપ્તાએ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી હરિયાણાની તમામ 90 બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે એમ પણ કહ્યું કે AAPની બીજી યાદી ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.