મેષ
સારી નરસી ભાવનાઓ આપને આજે દુખી કરશે. પોતાના મુડને કાબુમાં રાખીને ખુશ રહેવાનો પ્રયત્ન કરો. આજે આપ એવું કરો જે કરવું આપને સારૂં લાગતું હોય ભલે તે ગાયન ગાવાનું હોય કે ચોપડી વાંચવાની હોય કે પછી દોસ્તોની સાથે ગપ્પા મારવાના હોય.
વૃષભ
આજે આપ ખૂબ ખુશ રહેશો. આપની ખુશીઓમાં કોઈ અવરોધ નહી આવે. કદાચ આપને ખબર નથી કે આપનો રચનાત્મક વહેવાર આપના કામમાં દેખાઈ દેશે એનાથી આપની સાથે કામ કરનારાઓ પણ આપનાથી પ્રભાવિત થયા વિના રહેશે નહી. આપે આ વેળાએ સમયનો પુરો લાભ લઈને પોતાના બધા અધૂરા કામોને પુરા કરી લેવા જોઈએ.
મિથુન
આજે આપને લાગશે કે આપ ગુસ્સા અને ચિંતાની પકડમાં આવી ગયા છો. આજે આપ પોતાની જીંદગીના ઘણાં બધા ક્ષેત્રોમાં ઉન્નતિની ધીમી ગતિને કારણે થોડાંક હતાશ પણ છો. પરંતુ આ પરિસ્થિતિથી પણ ગભરાશો નહીં. આથી આપને ખબર પડશે કે આપ કેટલા પાણીમાં છો. એથી આપ પોતાના ઉદ્દેશોની પ્રાપ્તિને માટે નવી યોજનાઓ બનાવી શકો છો.
કર્ક
આજે કોઈ પારિવારિક સમારોહની/સંભાવના છે આ માટે આપ પોતાના સારાં કપડાં કાઢો અને ક્યાંક બહાર જવાને માટે તૈયાર થઈ જાવ. આ મઝા કરવાનો સમય છે. આ પારિવારિક સમારોહ આપના અને આપના પરિવારજનોને માટે ઘણી બધી ખુશીઓ લઈને આવશે. આજનો દિવસ પોતાના લોકોની સાથે મઝા કરવાનો છે. આ સમયને પુરેપુરો આનંદ ઉઠાવો.
સિંહ
આજે આપે ઘણી વધી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતા કરતા પોતાના સાહસને ટકાળી રાખવાનું છે. આપ ઘણીવાર બેપરવાહ અથવા ઉત્તેજીત થઈ જાવ છો. પરંતુ આજે આપે સમજદારીથી કામ કરવાનું છે. આપનો દૃઢ નિર્ણય અને ચતુરાઈ આપને આગળ વધવામાં મદદ કરશે.
કન્યા
આજે આપ કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો સંપર્ક કરશો ધ્યાનમાં રાખજો કે આપ એ વ્યક્તિ સામે પોતાની સારી છલી પ્રસુતત કરજો. આ વ્યક્તિ આપના વ્યક્તિગત જીવનમાં આગળ વધવામાં મદદ કરી શકે છે. પહેલીજ તકે આપ એને પોતાનું વિજીટીંગ કાર્ડ આપ દેજો અને પુરા આત્મવિશ્વાસ સાથે એને મળનો.
તુલા
આજે આપ પોતાની જીંદગીના કેટલાયે ક્ષેત્રોની બાબતમાં ચિંતિત રહેશો. આપને લાગશે કે આપે પોતાને માટે જે લક્ષ્ય નક્કી કેટલા છે અને પ્રાપ્ત કરવા એટલા સ્હેલા નથી. આપની દોસ્તીમાં પણ તનાવ આવી શકે છે. આપનો હસમુખ સ્વભાવ પણ નિરસ લાગશે.
વૃશ્ચિક
આજે આપને પોતાને કામના બોઝ નીચે દબાયેલા છો એવું લાગશે. આ મુંઝવણો કામ અને ઘર બંને સંબંધિત હોઈ શકે છે. આજે આપે શાંત રહીને પોતાની અગ્રતાઓને નક્કી કરવાની છે. પુરો પ્રયત્ન કરો કે આપ કામ અને ઘર બંનેમાંથી કોઈની પણ ઉપેક્ષા નકરો. એથી બધુંજ જલ્દી ઠીક થઈ જશે.
ધન
લાંબા સમયથી લટકેલો કોઈ કાનૂની મુદ્દો આજે આપની તરફેણમાં રહેશે. આ મુદ્દો આપને ખૂબજ હેરાન કરી રહ્યો. હવે આપની બધીજ સમસ્યાઓ ઉકલી જશે. અને જીંદગી સામાન્યરૂપે ચાલવા લાગશે. હવે આપ માનસિક અને ભાવનાત્મક રૂપે આગળ વધી શકો છો.
મકર
આજે આપને આપની જુની દોસ્તી જ ફરી તાજી થશે પણ આ માટે પહેલું પગલું આપે જ લેવું પડશે. આપના આ રિસાઈ ગયેલા મિત્રને સંદેશ પહોંચાડવામાં આપનું દિલ અને દિમાગ પુરેપુરો સાથ આપશે. દોસ્તીમાં સુધારો થવાથી આપને ખુશી થશે અને પરસ્પરનો પ્રેમ પણ વધશે.
કુંભ
આજનો દિવસ અદૂભૂત અનુભવ અને જોશથી ભરેલો હશે. આજે આપને દરરોજની દિનચર્યાથી મુક્તિ મળશે અને આપ પોતાને તાજા અનુભવશો. તો પછી શાહરોની જોઈ રહ્યા છો? પોતાના પ્રિયજનોની સાથે બહાર ફરવા જાવ અને પ્રવૃત્તિના સૌન્દર્યનો આનંદ ઉઠાવો અને ખૂબજ મસ્તી કરો
મીન
આજે આખો દિવસ અસંતોષ જ રહેશે. ધીરજથી આ અસંતોષનું કારણ ગોતવાનો પ્રયાસ કરો. પોતાની સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરો. અંધકારથી ભરેલ આ સમય પણ પસાર થઈ જશે.