Gujarat: ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ બની રહ્યો છે પ્રાણઘાતક, મૃત્યુદરમાં વધારો, ચોંકાવતા ગુજરાતના આંકડા
Gujarat: ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ લોકો માટે સૌથી વધુ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. IIT દિલ્હીના ટ્રાન્સપોર્ટ રિસર્ચ એન્ડ ઈન્જરી પ્રિવેન્શન સેન્ટર (TRIPC)ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ લાલ લાઈટો તોડવા કરતાં ચાર ગણા વધુ મૃત્યુનું કારણ બને છે. અભ્યાસ અનુસાર, 2022માં દેશમાં માર્ગ અકસ્માતમાં 61,038 મૃત્યુ થયા હતા, જ્યારે 2021માં 56,000 લોકોના મોત થયા હતા.
આ અભ્યાસ રિપોર્ટ સેફ્ટી 2024 કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મુજબ, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સૌથી વધુ અકસ્માતો થયા છે, જ્યાં પ્રતિ 100 કિમીના અંતરે 45 મૃત્યુ થયા છે, જ્યારે રાજ્ય ધોરીમાર્ગો પર પ્રતિ 100 કિમીના અંતરે 23 મૃત્યુ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નેશનલ સ્ટ્રેટેજી ડોક્યુમેન્ટ મુજબ, માર્ગ અકસ્માતને કારણે થતા મૃત્યુ તમિલનાડુ, લદ્દાખ, તેલંગાણા, છત્તીસગઢ અને કર્ણાટકમાં સૌથી વધુ છે.
દેશમાં સૌથી વધુ મોત જયપુરમાં થયા છે
દેશના મોટા શહેરોની તુલનામાં જયપુરમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ થાય છે. અહીં દર એક લાખની વસ્તીએ 19.13 લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. જ્યારે ચેન્નાઈમાં આ આંકડો 11.80 છે. બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને આસામમાં 2015-16થી 2019-21 વચ્ચે માર્ગ અકસ્માતમાં મૃત્યુદરમાં 25 ટકાનો વધારો થયો છે.
સૌથી વધુ મોત ઓવરસ્પીડિંગને કારણે થાય છે
ઝડપને કારણે: 45,928 મૃત્યુ
ખોટી દિશાને કારણે: 3,544 મૃત્યુ
માદક દ્રવ્યોના વ્યસનને કારણે: 1,503 મૃત્યુ
મોબાઈલ ફોનના કારણે: 1,132 મૃત્યુ
લાલ બત્તીના કારણે: 271 મૃત્યુ
અન્ય કારણો: 8,660 મૃત્યુ
(2022ના આંકડા)
રાજ્યવાર અક્સ્માતોના આંકડા
રાજસ્થાન
વર્ષ 2018- 13.5 ટકા
2022- 13.8 ટકા
મધ્યપ્રદેશ
વર્ષ 2018- 13.1 ટકા
2022-15.6 ટકા
છત્તીસગઢ
વર્ષ 2018-16.1 ટકા
2022-19.5tn
દિલ્હી
વર્ષ 2018-8.6 ટકા
2022-6.9 ટકા
ગુજરાત
વર્ષ 2018-11.9 ટકા
2022-10.7 ટકા
(1 લાખ વસ્તી દીઠ માર્ગ અકસ્માતમાં મૃત્યુ)
સૂચિત નિરાકરણ
– રસ્તાઓની ડિઝાઇનમાં સુધારો.
– રસ્તાઓ પર પ્રકાશની પૂરતી વ્યવસ્થા.
– ટુ-વ્હીલર સવારો સારી ગુણવત્તાવાળા હેલ્મેટનો ઉપયોગ કરે તેની ખાતરી કરવી.
-ફોર વ્હીલર્સે વૈશ્વિક NCP ધોરણોને પૂર્ણ કરવા જોઈએ.
-રાજ્યોએ ડેટા સિસ્ટમમાં પ્રગતિ લાવવી પડશે.
– તમામ નવા અને હાલના રસ્તાઓના રોડ સેફ્ટી ઓડિટમાં સુધારો કરવો જોઈએ.