NHAI Recruitment 2024: નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઘણી જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
NHAI નોકરીઓ 2024: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) માં જનરલ મેનેજર (ટેક્નિકલ), ડેપ્યુટી જનરલ મેનેજર (ટેક્નિકલ) અને મેનેજર (ટેક્નિકલ) ની જગ્યાઓ માટે ભરતી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો NHAI nhai.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
આ ભરતી અભિયાન NHAI માં કુલ 60 જગ્યાઓ પર ભરતી કરશે. અભિયાન દ્વારા જનરલ મેનેજર (ટેક્નિકલ)ની 20 જગ્યાઓ, ડેપ્યુટી જનરલ મેનેજર (ટેક્નિકલ)ની 20 જગ્યાઓ, મેનેજર (ટેક્નિકલ)ની 20 જગ્યાઓ ભરવામાં આવશે.
અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 56 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
આ પોસ્ટ્સ પર પસંદ કરાયેલા ઉમેદવારોને સારો પગાર આપવામાં આવશે. ઉમેદવારોને 67 હજાર 700 રૂપિયાથી લઈને 2 લાખ 15 હજાર 900 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.
ઉમેદવારોએ ભરેલા અરજીપત્રોની પ્રિન્ટ આઉટ લઈને DGM (HR/Admin.) – III, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, પ્લોટ નંબર G5 અને 6, Sector-10, દ્વારકા, નવી દિલ્હી – 110075 ને મોકલવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર છે. જ્યારે આ ભરતીની હાર્ડ કોપી સબમિટ કરવાની છેલ્લી તારીખ 22 ઓક્ટોબર 2024 નક્કી કરવામાં આવી છે.