દેશમાં પ્રથમ વખત અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટના કિનારે આયોજન કરવામાં આવેલા શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરાશે. આ ફેસ્ટિવલમાં શોપિંગ કરનારને 10 કરોડ સુધીના ઈનામો જીતવાની પણ તક અપાશે.
ઉલ્લેખનીય છે કે, શોપિંગ ફેસ્ટિવલ સફળ બનાવવા 12 જેટલી કારનો પણ ઈનામમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજ થી 28 જાન્યુઆરી શોપિંગ ફેસ્ટિનલ ચાલુ રહેશે. આ ફેસ્ટિવલમાં ગુજરાતીઓને ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુઓ મળશે. દુબઈની જેમ આ ફેસ્ટિવલમાં ચીજવસ્તુઓ પર 60 ટકા સુધીની છૂટ પણ આપવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, આ ફેસ્ટિવલમાં પાથરણાથી લઈને મોલ સુધીની તમામ વસ્તુઓ હશે. ગુજરાતના લોકોને શોપિંગમાં સરળતા મળે તે હેતુથી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ફેસ્ટિવલમાં લોકડાયરો અને ફિલ્મ ફેસ્ટિવલ પણ યોજાશે. ફેસ્ટિવલમાં સેમિનાર, કોમેડી શો, ફેશન શો, મ્યુઝીકલ કોન્સર્ટનો પણ સમાવેશ કરાયો છે. 27 વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક પ્રોગ્રામોનો દેશવાસીઓ લાભ લઈ શકશે.
ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન થઇ રહ્યું છે. આ ફેસ્ટિવલ 16 થી 27 જાન્યુઆરી દરમ્યાન અમદાવાદમાં યોજાશે. દર વર્ષે દુબઇમાં જે શોપિંગ ફેસ્ટિવલ યોજાય છે તેવો આ ફેસ્ટિવલ છે. દુબઇની તર્જ પ્રમાણેનો આ ફેસ્ટિવલ યોજાશે.