Arvind Kejriwal: ધરપકડ વિરુદ્ધ અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે.
Arvind Kejriwal: ધરપકડ વિરુદ્ધ અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. હવે આગામી સુનાવણી 5મી સપ્ટેમ્બરે થશે.
ધરપકડ વિરુદ્ધ અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. હવે આગામી સુનાવણી 5મી સપ્ટેમ્બરે થશે. અરવિંદ કેજરીવાલે ધરપકડ વિરુદ્ધ 2 અરજીઓ દાખલ કરી હતી. સીબીઆઈએ એક પર જવાબ દાખલ કર્યો છે. સાથે જ બીજી અરજી પર જવાબ આપવા માટે સમય માંગવામાં આવ્યો છે. આથી સુપ્રીમ કોર્ટે સુનાવણી હાલ પુરતી મુલતવી રાખી છે. મતલબ કે અત્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે.
CBIએ એક સપ્તાહમાં જવાબ આપવો પડશે
સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી 5 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે અને સીબીઆઈને એક સપ્તાહમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. 14 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે આ કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કેજરીવાલના વકીલ એએમ સિંઘવીએ વચગાળાના જામીન માંગ્યા અને કહ્યું કે આ વિચિત્ર સ્થિતિ છે. તેમણે કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કડક જોગવાઈઓ હોવા છતાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ નોંધાયેલા કેસમાં AAP નેતાને વચગાળાના જામીન આપ્યા હતા.
‘કેજરીવાલ આવશે’ અભિયાન શરૂ
એક તરફ સુપ્રીમ કોર્ટે સુનાવણી હાલ પુરતી મુલતવી રાખી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી એટલે કે AAPએ 2025ની વિધાનસભા ચૂંટણી પહેલા ‘કેજરીવાલ આવશે’ અભિયાન શરૂ કરી દીધું છે. AAPના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે કહ્યું કે દિલ્હીના લોકો તેમના મુખ્યમંત્રીની મુક્તિની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીમાં અનેક કામો થંભી ગયા છે. લોકોને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેમની મુક્તિ બાદ તમામ પડતર કામો પૂર્ણ થશે અને પડતર પ્રશ્નોનો પણ ટૂંક સમયમાં નિકાલ થશે.
CBIએ જવાબ દાખલ કરવો પડશે
કેજરીવાલે કથિત આબકારી નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડને યથાવત રાખવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને એક અરજી પર જવાબ દાખલ કરવા માટે એક સપ્તાહનો વધારાનો સમય આપ્યો છે.