- અંગ્રેજોએ પત્રકારોની જાસૂસી કરી ન હતી, પણ મોદી યુગમાં પેગાસાસથી જાસૂસી થઈ
દિલીપ પટેલ
અમદાવાદ
Gautam Adani: ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) દ્વારા ભારતીય સિક્યોરિટીઝ એક્ટના કથિત ઉલ્લંઘન સંદર્ભે પત્રકાર જાણકારી મેળવી રહ્યા હતા.
Gautam Adani અદાણીના ભાઈની સંડોવણીનો જવાબ અદાણીને મેઈલ કર્યો હતો. મેઈલ કર્યો તેના 24 કલાકની અંદર પત્રકાર આનંદ મંગનાલેના ફોન પર પેગાસસ જાસૂસી સોફ્ટવેર નાખી દેવામાં આવ્યું હતું. તેના અહેવાલ માટે ટિપ્પણી કરવા માટે ઈમેલ કર્યો અને 24 કલાકની અંદર તેના ફોનમાં પેગાસસ ઇન્સ્ટોલ થઈ ગયું હતું.
હથિયારોના શોદાના બદલામાં પેગાસસ-સ્પાયવેરને પણ હથિયારોના સોદા દ્વારા ભારત સરકારને વેચવામાં આવ્યું હતું. તેના દ્વારા ભારતના પત્રકારો, વિપક્ષ, મોદી વિરોધી, ચળવળકાર અને સામાજિક કાર્યકર્તાઓ પર જાસૂસી કરવામાં આવી હતી.
તે માલવેર ફોટો, વોટ્સએપ મિસ્ડ કોલ કે જાતે ઇન્સ્ટોલ થઈને, મોબાઇલ ફોન, iPhones, લેપટોપમાં ધુસી જઈને જાસૂસી કરે છે. વિગતો ચોરી લે છે. જેણે જાસૂસી કરવી છે તેને તે તમામ ડેટા મોકલી આપે છે. આમાં ટેક્સ્ટ સંદેશાઓ, ઇમેઇલ્સ, સંપર્કો, ફોટા, પાસવર્ડ્સ ચોરી શકે છે. માઈક અને કેમેરાને ચાલુ કરીને આસપાસના ફોટા અને ઓડિયોને કેપ્ચર કરી શકે છે.
પેગાસસ સ્પાયવેરને ઈઝરાયેલની કંપની NSO ગ્રુપે બનાવ્યું છે. અને માત્ર સરકારોને જ આપવામાં આવે છે. જેની કરોડો રૂપિયા કિંમત છે.
તેનો મતલબ કે, પેગાસસ જેવા સ્પાયવેરથી ભારતમાં કોઈ સુરક્ષિત માની શકાય નહીં. આવું જ અદાણી સામે આરોપોમાં જોવા મળ્યું હતું. પણ તે સાબિત થયું નથી.
માત્ર આ પત્રકાર જ નહીં પણ 20 થી વધુ લોકોને Apple ફોન પર જાસૂસીની ચેતવણી મળી હતી. તેમાંથી ઘણા લોકો સરકાર અથવા તેના જૂના સહયોગી ગૌતમ અદાણીના ટીકાકાર હતા.
જેમાં પશ્ચિમ બંગાળના નેતા, દક્ષિણ ભારતના સામ્યવાદી નેતા અને દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીના પ્રવક્તાનો સમાવેશ થાય છે. જે પત્રકારોને ચેતવણી આપવામાં આવી હતી તેમાં બે ખાસ છે – આનંદ મંગનાલે અને રવિ નાયર.
અદાણીના પ્રવક્તાએ હેકિંગના પ્રયાસમાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો. વડા પ્રધાન કાર્યાલયના ટોચના અધિકારી હિરેન જોશીએ કેટલાક પત્રકારોને ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ એજ હિરેન જોષી છે તે પત્રકારોને ધમકાવવા માટે મોદીની કચેરીમાં કામ કરે છે.
પેગાસસ માત્ર સરકારોને જ વેચવામાં આવે છે. સાંસદ મહુઆ મોઇત્રાનો ફોન પણ હેક થયો હતો. હેકિંગ અથવા જાસૂસી એ ગુનો છે.
વોશિંગ્ટન પોસ્ટના આ સમાચાર હતા. પત્રકારોએ કસ્ટમ્સ દસ્તાવેજો શોધી કાઢ્યા હતા જે દર્શાવે છે કે ભારતના ઇન્ટેલિજન્સ બ્યુરોને અવીવ નજીકના NSO ઓફિસમાંથી હાર્ડવેર સાથે મેળ ખાતી હતી.
બહાદુર વેબસાઈટ, ધ વાયરના સ્થાપક સિદ્ધાર્થ વરદરાજનને પણ 30 ઓક્ટોબરની એપલની ચેતવણી મળી હતી. એમ્નેસ્ટીને જાણવા મળ્યું કે જે લોકોએ મંગનાલેના ફોન સાથે છેડછાડ કરી હતી તે જ લોકોએ વરદરાજનના ફોન સાથે પણ આવો જ પ્રયાસ કર્યો હતો.
વરદરાજનના આઇફોનનું સોફ્ટવેર અપડેટ કરવામાં આવ્યું હતું. વરદરાજન તે સમયે કોઈ સંવેદનશીલ સમાચાર કરતા ન હતા પરંતુ ન્યૂઝક્લિકના સ્થાપકની ધરપકડ સામેના વિરોધનું નેતૃત્વ કરી રહ્યા હતા. જોષ ભર્યું પત્રકારત્વ કરી રહેલાં ન્યૂઝક્લિક મોદી અને અદાણી વિરુદ્ધ સમાચાર ચલાવી રહ્યું છે અને તેથી મુશ્કેલીમાં છે.
કેસ કર્યો
અદાણી કેસમાં મંગનાલે અને નાયરના અહેવાલ પ્રસિદ્ધ થયા પછી ગુજરાતની પોલીસે સ્થાનિક રોકાણકારની ફરિયાદના જવાબ માટે બંનેને સમન્સ મોકલ્યા હતા. તેમણે તેમના પર અદાણી વિશે “અત્યંત ખોટા અને દૂષિત” અહેવાલો જારી કરવાનો આરોપ મૂક્યો હતો. અમદાવાદ પોલીસે પ્રાથમિક તપાસના ભાગરૂપે ફાયનાન્સિયલ ટાઈમ્સના બે બ્રિટિશ પત્રકારોને પણ સમન્સ પાઠવ્યા હતા. આ લોકોએ OCCRPની તપાસમાં સહકાર આપ્યો હતો. પોલીસ વતી ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા વકીલ હતા.
એ બતાવે છે કે ભારતમાં પત્રકારો સુરક્ષીત નથી. લંડન જેવા દેશમાં જો આવું થયું હોય તો સરકાર ઉથલી ગઈ હોત. કારણ કે લંડન એ પત્રકારત્વ માટે સ્વતંત્ર ભૂમિ છે. જ્યાં બીબીસી સમાચાર સંસ્થાને ચલાવવા માટે દરેક નાગરિક પોતે પૈસા આપે છે.
1702ના માર્ચની 11મીએ લંડનમાં સર્વપ્રથમ દૈનિકપત્ર ‘Daily Covrant’ પ્રગટ થયું હતું.
1704ના એપ્રિલની 24મીએ અમેરિકાનું સર્વ પ્રથમ વર્તમાનપત્ર ‘ધ બોસ્ટન ન્યૂઝલેટર’ બોસ્ટનમાં છપાયું હતું. 1783માં અમેરિકાનું સર્વપ્રથમ દૈનિક પત્ર ફિલાડેલફિયામાં બેન્જામિન ટાઉન દ્વારા ‘ધ પેન્સિલવેનિયા ઇવનિંગ પોસ્ટ’ શરૂ થયું હતું.
આ એ જ અંગ્રેજ લોકો હતા જે પોતાના દેશમાં પત્રકારોને સ્વતંત્ર રહેવા દેતા હતા. પણ ભારતમાં પત્રકારોને એડી નીચે કચડતા હતા.
1821માં બંગાળી ભાષાનું એક સાપ્તાહિક કોલકાતામાં ‘સંવાદ-કૌમુદી’ શરૂ કર્યું. 1822માં તે બંધ કર્યું, પણ 1823માં ફરી શરૂ કર્યું. રાજા રામમોહન રાયે 1822માં એક પર્શિયન ભાષાનું પત્ર ‘મિરુત-અલ-અખબાર’ પણ શરૂ કર્યું હતું, જે 1823માં અખબારોનું નિયમ કરવાના સરકારના આદેશ સામે વિરોધ દર્શાવવા બંધ કરી દેવાયું હતું. રાજા રામમોહન રાયને એક બાજુ સરકાર તથા બીજી બાજુ હિંદુ પ્રત્યાઘાતીઓ સાથે સંઘર્ષમાં આવવું પડ્યું હતું. આ પ્રખર સમાજસુધારક આધુનિક રાષ્ટ્રવાદી પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. એમનાથી પ્રભાવિત ગંગાધર ભટ્ટાચાર્યએ 1816માં ભારતીય માલિકીનું સર્વપ્રથમ અંગ્રેજી દૈનિક ‘બૅંગૉલ ગૅઝેટ’ શરૂ કર્યું હતું.
આ અરસામાં ભારતીય પત્રકારત્વના બે વહેણ પરસ્પર વિરોધી દિશામાં ચાલતાં હતાં. એક અંગ્રેજોના શાસનનું સમર્થન કરતું હતું. તો બીજું એનો વિરોધ કરી રાજકીય જાગૃતિ માટે મથતું હતું. જે આજે મોદી રાજમાં મોટા ભાગે એક તરફી થઈ રહ્યું છે. તે પણ મોદીની ભાટાઈ વધારે થાય છે. સત્ય ઓછું લખાય છે કે ટીવીમાં ઓછું બતાવાય છે.
1831થી 1833ના સમયગાળામાં બંગાળમાં 33 અંગ્રેજી વર્તમાનપત્રો અને 16 બંગાળી સામયિક પ્રગટ થતાં હતાં. દ્વારકાનાથ ટાગોરનું ‘બૅંગૉલ હેરલ્ડ’ (અંગ્રેજી સાપ્તાહિક) તથા ‘બંગદૂત’ (બંગાળી), 1853માં ગિરીશચંદ્ર ઘોષનું અંગ્રેજી સાપ્તાહિક ‘હિંદુ પૅટ્રિઅટ’ વગેરે ઉલ્લેખ પાત્ર ગણાય. ‘હિંદુ પૅટ્રિઅટ’ પાછળથી મહાન સામાજિક સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાને હસ્તક લીધું હતું. 1871માં કેશવચંદ્ર સેને ‘ઇન્ડિયન મિરર’ સામયિક પોતાના હસ્તક લીધું હતું. આમ બંગાળમાં સામાજિક સુધારણા, રાજકીય જાગૃતિ સાથે પત્રકારત્વનો વિકાસ સધાતો રહ્યો. પણ અંગ્રેજોએ ક્યારેય પત્રકારોની જાસૂસી કરી ન હતી. ભલે પછી તે સાબરમતી આશ્રમ હોય તે દિલ્હી હોય.
1857ના વિપ્લવ દરમિયાન અંગ્રેજ માલિકીનાં પત્રોએ ઝેરી પ્રચાર કર્યો હતો.
જ્યારે અન્ય પત્રોએ આ મહાન ઘટનાનું ઐતિહાસિક મૂલ્ય લગભગ અવગણ્યા હતું. આજે પણ મોદી અને અદાણી આવું જ કરી રહ્યાં છે.
19મી સદીના ઉત્તરાર્ધમાં દેશના પત્રકારત્વમાં એંગ્લો-ઇન્ડિયન અખબારો તથા તંત્રીઓનો ઘણો પ્રભાવ રહ્યો. કોલકાતામાં ‘ધી ઇંગ્લિશમૅન’ અને ‘સ્ટેટ્સમૅન’, મુંબઈમાં ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’, મદ્રાસમાં ‘મદ્રાસ ટાઇમ્સ’ અને ‘મદ્રાસ મેઇલ’, લાહોરમાં ‘ધ સિવિલ એન્ડ મિલિટરી ગૅઝેટ’ અને અલ્લાહાબાદમાં ‘ધ પાયોનિયર’ વૃતપત્રો આમાં મુખ્ય હતા. એંગ્લો-ઇન્ડિયન પત્રકારત્વને ‘ધ સ્ટેટ્સમૅન’(1857)ના રૉબર્ટ નાઇટે (Robert Knight) આગળ વધાર્યું હતું. રુડયાર્ડ કિપ્લિંગ 1883માં ‘ધ સિવિલ એન્ડ મિલિટરી ગૅઝેટ’નો સહાયક તંત્રી બન્યા, ત્યારે ખૂબ નાની વયનો હતો. પછી તે ‘પાયોનિયર’માં જોડાયેલા હતા