વિવેકાનંદનો આજે જન્મદિવસ છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863માં કોલકતામાં થયો હતો. તેમનો જન્મદિવસ યુવા દિવસના રૂપમાં પણ ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા. તે એક સાચા રાષ્ટ્રભક્ત હતા. રાષ્ટ્ર પ્રતિ તેમનો પ્રેમ અને ભાવના કોઇથી અજાણ નથી. તે લોકોની મદદ કરવામાં ક્યારે પણ પાછળ નથી રહ્યા પરંતુ તે તો લોકોની સેવા કરવામાં ઇશ્વરની પુજા કરવા બરાબર માનતા હતા. સ્વામી વિવેકાનંદ આજે પણ કરોડો યુવાને પ્રેરણા આપે છે. તો આવો જાણીએ તેમના કંઇક એવા વિચારો જે તમારી જીંદગી બદલી લેશે સાથે તમને પ્રેરણા પણ આપશે…
1. જે સમયે જે કામનો સંકલ્પ કરો તે જ સમયે તે કામ કરો નહીંતર લોકો તમારા ઉપર વિશ્વાસ નહી કરે.
2. જીવનમાં વધુ સંબંધો હોવા જરૂરી નથી, પરંતુ જે સંબંધ છે તેમા જીવન હોવુ જરૂરી છે.
3. દિવસમાં એક વાર પોતાની સાથે જરૂર વાત કરો, નહીંતર તમે દુનિયાના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરવાનો મોકો ખોઇ બેસસો.
4. દિલ અને મનની તકરારમાં હંમેશા દિલની સાંભળો.
5. ખુદને ક્યારેય કમજોરના સમજો તે સૌથી મોટુ પાપ છે.
6. ઉઠો, જાગો અને ત્યા સુધી ના રોકાવ જ્યા સુધી તમારૂ લક્ષ્યના મેળવી લો.