મોદી સરકારે ખેડૂતોને માલામાલ કરવા મોટા પાયે પગલાં લેવાની તૈયારી કરી લીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ ખેડૂતો માટે રાહત પેકેજની સ્કીમ તૈયાર થઈ ગઈ છે, જેના પર ટૂંક જ સમયમાં નિર્ણય આવી શકે છે. નવી સ્કીમ મુજબ પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જ નાખવામાં આવશે. અને મોટી વાત તો એ છે કે જે ખેડૂતો પાસે જમીન નથી તેવા માટે પણ આ યોજના લાગુ થઈ શકે છે.
ખેડૂતોના દેવા માફીના બદલામાં મોદી સરકારે નવી સ્કીમ તૈયાર કરી છે. નવી સ્કીમ મુજબ ખેડૂતોને ખાતામાં સીધી રકમ આપવામાં આવશે. જમીન વિનાના ખેડૂતોને પણ તેમાં શામેલ કરી લીધા છે. તેલંગાણા મોડેલ ઓડિશાની આ તસવીર માત્ર એખ ઝાંખી છે.આ યોજના હેઠળ, દરેક પરિવાર માટે મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવશે. આ સ્કીમ બે રાજ્યો ઓડિશા અને તેલંગણા મોડેલની ઝાંખી છે. વાવણીની મોસમ પહેલાં તેલંગણામાં દરેકને એકર દીઠ રૂ. 4000 આપવામાં આવે છે. ઓડિશામાં દર પરિવાર દીઠ રૂ. 5000 આપવાની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને સરકારી ખરીદી કિમત નક્કી કરવામાં આવશે.
આ પેકેજમાં વીમો, કૃષિ લોન, નાણાકીય સહાય જવા મુદ્દાને એકસાથે ધ્યાનમાં લેવાયા છે. વ્યક્તિગત લાભો આપવાને બદલે સરકારે પરિવારને મદદ આપવાનું વિચાર્યું છે. આ યોજના હેઠળ કિશાન કુટુંબ ઉપરાંત આર્થિક રીતે વધુ પછાત પરિવારોને મદદ કરવા માટેની આ એક વ્યૂહરચના છે. યોજનામાં નાના, સીમાંત અને શેરહોલ્ડરો અથવા ભાડૂતોને ભાડે આપનારા ખેડૂતોને લાભ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત, ખેડૂતોને 0% વ્યાજ પર લોન આપવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે.