ઇન્ડીયનપ્રિમીયર લીગની ર૩મી માર્ચથી શરુઆત થવા જઇ રહી છે. લોકસભાની ચુંટણીના શેડયુલને કારણે આ વર્ષે ભારતમાં આઇપીએલ કેન્સલ થવાના ચાન્સીસ હતા પરંતુ સુપ્રીમ કોર્ટે દ્વારા નિમણુંક કરાયેલ કમીટી ઓફ એડમીનીસ્ટ્રેટર મુજબ હવે ભારતમાં જ આઇપીએલ રમાશે. જયાં સુધી લોકસભાની ચુંટણીની જાહેરાત નહી કરવામાં આવે ત્યાં સુધી આઇપીએલની તારીખો પણ જાહેર કરાશે નહીં. સીઓએના ચેરમેન વિનોદ રાયના જણાવ્યા મુજબ આઇપીએલનું બેક-અપ પ્લાન પણ તૈયાર કરાયું છે. જો કોઇપણ મેચ પોસ્ટવોન્ડ થાય તો કેન્દ્ર તેમજ રાજયની સુરક્ષા એજન્સી સાથે મળીને તમામ વ્યવસ્થા કરાશે. માટે મેચના વેન્યુને લઇન પણ બેકઅપ પ્લાન રાખવામાં આવ્યા છે. જો કે બે વખત સાઉથ આફ્રિકા અને યુએઇમાં આઇપીએલનું આયોજન કરવામાં આવ્યું હતું. ર૩મી માર્ચથી આઇપીએલ શરુ થવા થઇ જેમાં ભાગ લેનાર ભારતીયઓ માટે મુશ્કેલીઓ એટલા માટે વધુ છે કારણ કે હાલ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અને ત્યાંથી પરત આવતાની માત્ર ગણતરીના દિવસોમાં જ આઇપીએલ શરુ થનાર છે. જો કે ત્યારબાદ વર્લ્ડ કપ પણ શરુ થનાર છે. માટે ખેલાડીઓને પુરતો સમય મળી રહે માટે જસ્ટીસ લોધા કમીટીએ બન્ને મેચો વચ્ચે ઓછામાં ઓછા ૧પ દિવસનો સમય રહે તેવું ઘ્યાન દોર્યુ હતું. માટે લોકસભાની ચુંટણી, આઇપીએલ, એન વર્લ્ડ કપને ઘ્યાનમાં લઇ માર્ચથી શરુ થનાર આઇપીએલ મઘ્ય મે સુધી પૂર્ણ થશે માટે ખેલાડીઓને વર્લ્ડ કપ માટે સમય મળી રહે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.