મેષ
કોઈ પારિવારિક કામથી આપને કદાચ બહાર જવું પડે. આપે કદાચ વિદેશ યાત્રાથી ખૂબજ ખુશી મળશે.
વૃષભ
આજે આપ કોઈ ઉત્સવ મનાવવાને માટે તૈયાર થઈ જાવ. દોસ્ત અને સગાસંબંધીઓ એકઠા થઈને ખૂબ મઝા કરશો. જેની મધૂર સ્મૃતિઓને કદીએ ભૂલી નહી શકો. આ સમય એક બીજા સાથે ખૂબ મઝા લેવાનો છે.
મિથુન
આજે આપના ઘરે સમુદ્ર પારથી મહેમાનોની આવવાની સંભાવના છે. એથી આપના ઘરે ખુશીનું વાતાવરણ હશે. જો આપ કામમાં વ્યસ્ત પણ હશો તો પણ સમય કાઢીને એમની સાથે આનંદ લો. આપના દોસ્તોનો સાથ આપને ઘણી બધી ખુશીઓ આપશે.
કર્ક
અત્યારે ઉચ્ચ અધિકારીઓથી કોઈપણ ઝઘડો કરવાથી બચજો. ખાસ કરીને જ્યારે આપે એમનાથી કોઈ ખાસ કામની મંજુરી લેવાની છે. કારણકે સત્તાવાળાઓ પાસેથી કામ કઢાવવું ખૂબજ મુશ્કેલ હોય છે. આપે આ વખતે ખૂબજ સાવધાન રહેવું જોઈશે.
સિંહ
આપ પરેશાનિઓ અને ચિંતાઓને મૂકીદઈને પોતાના પરિવારની સાથે થોડોક સમય પસાર કરવા ચાહશો. આ સમય પોતાનાઓને પોતાનો પ્રેમ જતાવવાને માટે શુભ છે. ઈશ્વરનો પાડ માજો કે આપનું કુટુંબ આપની સાથે છે. પોતાનાઓ સાથે પુરો આનંદ લો કારણકે એવો સમય હંમેશા નથી આવતો.
કન્યા
આજે આપ આરામ કરો અને તમારી આસપાસના લોકોની સાથે મઝા કરો. આ સંબંધોથી ભવિશ્યમાં આપને ઘણો લાભ થશે. આપે પોતાના ઘરવાળાઓ સાથે પણ એક મજબુત સંબંધનો પાયો નાંખી દીધો છે. પોતાના પરિવાર અને સગાસંબંધીઓની સાથે પોતાના સંબંધોને એમજ ટકાવી રાખવાનો પ્રયત્ન કરો.
તુલા
આજે આપ સમજી નહી શકો કે શું કરવું. શાંતિથી બેસી જાવ અને વિચારો કે આપની આ મુંઝવણનું કારણ શું છે? જરૂર પડે તો કોઈ નજીકના મિત્રથી આ બાબતમા ખુલીને વાત કરો. એથી આપનું મગજ ખુલ્લું થશે
વૃશ્ચિક
આજે આપને લાગશે કે સત્તા સાથે સંકળાયેલા લોકોી સાથે આપના સંબંધો ખૂબજ ગાઢ છે. આમાંથી કોઈ વ્યક્તિ આજે આપની મદદે આવશે. જરૂર પડે જો એપની મદદ લેતાં ચૂકશો નહીં પરંતુ એ વાત ધ્યાનમાં રાખજો કે ભવિષ્યમાં એમની જરૂરિયાત મુજબ એમના ઉપકારનો બહલો આપે ચુકવવો પડશે.
ધન
જો આપને લાગે કે કેટલીક વાતોની બાબતમાં આપના પરિવારના લોકો વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો આજ આપ એને ખત્મ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કોઈ પણ ખોટી ધારણ વગર આ મુદ્દો સ્હેલાઈથી ઉકેલી શકાય છે. આપને ફક્ત વાતચીત કરતી વેળાએ ધ્યાન રાખવું જોઈશે. જોનજોતામાંજ બધોજ અણબનાવ ખત્મ થઈ જશે.
મકર
આજે સફળતાનો મુગટ આપના માથા પર હશે. જો કોઈ આ સફળતાનો કોઈ હકદાર છે તો એ આપજ છો. કારણકે આ સફળતાને પ્રાપ્ત કરવાને માટે આપે ખૂબજ મહેનત કરી છે. આપ કોઈ પણ વાતની ચિંતા કર્યા વગર પોતાની સફળતાનો આનંદ ઉઠાવો.
કુંભ
જો આપ વિચારો છો કે આપ કોઈક જગ્યા પરા સારી રીતે જમી ગયા છો તો ફરી એક વાર વિચારી લેજો. કદાચ આજે આપનું ઘર બદલવાની જરૂર પડે. આપ કદાચ પોતેજ ઘર બદલવાનું ચાહશો. પરંતુ જો આપે ઈચ્છા વગર પણ ઘર બદલવું પડે તો પણ નિરાશ ન થશો. આ ફેરફાર પણ આપના માટે શુભજ નીવડશો.
મીન
આજના દિવસે આરામ કરો અને દોસ્તોની સાથે મોજ-મસ્તી કરો. હાલના દિવસોમાં માનસિક તણાવને લીધે આપ કંઈક ગમતું નથી. પણ આજે બધી મુંજવણોને ભૂલી જઈને આપ પોતાના દોસ્તોની સાથે સારો સમય પસાર કરશો. આજે આપને પોતાને તાજા અનુભવવાનો દિન છે.