Surat: સરકારી તાલુકા પુસ્તકાલય – માંડવી તેમજ કામરેજ ખાતે “હર ઘર તિરંગા” કાર્યક્રમ યોજાયો.
Surat: ભારત સરકારશ્રી દ્વારા સમગ્ર ભારતમાં તારીખ 9 ઓગસ્ટ થી તારીખ 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે, તેના ભાગરૂપે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતાના સુરત વિભાગના સરકારી તાલુકા પુસ્તકાલય માંડવી ખાતે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ગ્રંથાલયમાં પુસ્તક પ્રદર્શન તથા હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગ્રંથાલયના સક્રિય વાચકોએ ભાગ લીધો હતો.
સરકારી તાલુકા પુસ્તકાલય – કામરેજ ખાતે “હર ઘર તિરંગા” કાર્યક્રમ યોજાયો.
ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં તારીખ 9 ઓગસ્ટ થી તારીખ 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે, તેના ભાગરૂપે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતાના સુરત વિભાગના સરકારી તાલુકા પુસ્તકાલય કામરેજ ખાતે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ગ્રંથાલયમાં પુસ્તક પ્રદર્શન તથા હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગ્રંથાલયના સક્રિય વાચકો તથા સિનિયર સિટીજનોએ ભાગ લીધેલ.