Aishwarya Rai : બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી હોવા ઉપરાંત ઐશ્વર્યા રાય બચ્ચન વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાંની એક છે.
તાજેતરમાં, અભિનેત્રીએ તેની ફિલ્મોમાં ચુંબન દ્રશ્યો વિશે એક મોટો ખુલાસો કર્યો છે અને એ પણ જણાવ્યું છે કે તે શા માટે તેની ફિલ્મોમાં ઇન્ટિમેટ સીન આપવાનો ઇનકાર કરે છે.
કિસિંગ સીન પર ઐશ્વર્યા રાય બચ્ચને કર્યો મોટો ખુલાસો
ઐશ્વર્યા રાય બચ્ચને ઈન્ડસ્ટ્રીમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે, ઘણી ફિલ્મોમાં ઐશ્વર્યાને કિસિંગ સીન કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ ઐશ્વર્યાએ હંમેશા આવા સીન કરવાની ના પાડી હતી. ઐશ્વર્યાએ ઈન્ટરવ્યુમાં ફિલ્મ ‘ધૂમ 2’માં રિતિક રોશન સાથે કરવામાં આવેલા ઈન્ટિમેટ સીનનું ઉદાહરણ આપતાં વાત કરી હતી.
કિસિંગ સીન આપવો થોડો વિવાદાસ્પદ બની જાય છે
ઐશ્વર્યા રાયે કહ્યું કે કિસિંગ સીન આપવો મારા માટે થોડો વિવાદાસ્પદ બની જાય છે. જેમ કે જ્યારે મેં ફિલ્મ ધૂમ 2 દરમિયાન રિતિક રોશન સાથે કિસિંગ સીન કર્યો હતો, ત્યારે મને તેના માટે ટ્રોલ કરવામાં આવ્યો હતો. મને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા. ઐશ્વર્યાએ કહ્યું કે ઈન્ટીમેટ સીન્સે તેના જીવનને પ્રભાવિત કર્યું છે.
ઈન્ટીમેટ સીન અંગેનો પોતાનો અનુભવ શેર કર્યો
ઐશ્વર્યાએ આ દરમિયાન એમ પણ કહ્યું કે, “હું હંમેશાથી જાણતી હતી કે મારી સાથે કોઈ પણ કિસિંગ સીન કે ઈન્ટિમેટ સીનને લઈને વિવાદ થઈ શકે છે. તે માત્ર ફિલ્મનો એક ભાગ છે, પરંતુ મારા માટે તે એક મોટી સમસ્યા બની શકે છે.”
હૃતિક સાથે કિસ કરવા પર વિવાદ
‘ધૂમ 2’ દરમિયાન હૃતિક સાથેના કિસિંગ સીન વિશે વાત કરતી વખતે એશે કહ્યું કે તેના કારણે ઘણી ચર્ચા થઈ હતી. ઘણા મીડિયાએ પણ આ અંગે તેમની પાસેથી અનેક સવાલો ઉઠાવ્યા હતા. અભિનેત્રીએ કહ્યું કે આ તેની ફિલ્મનો માત્ર એક ભાગ છે.